![shayam begal](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/media_files/2024/12/23/RfvoejmcJviFwKNuuPSM.jpg)
shayam begal Photograph: (shayam begal)
બોલિવૂડને મંથન,અંકુર જેવી શાનદાર ફિલ્મો આપનાર જાણીતા ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું છે. શ્યામ બેનેગલ જેઓ ઘણા સમયથી બીમાર હતા પરંતુ હજુ પણ અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા, તેઓ 90 વર્ષના હતા. શ્યામ બેનેગલનું સાંજે 6.39 કલાકે અવસાન થયું.
શ્યામ બેનેગલની પુત્રી પિયા બેનેગલેને શ્યામ બાબુના મૃત્યુની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે આજે સાંજે 6.38 કલાકે મુંબઈ સેન્ટ્રલની વોકાર્ટ હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.
પિયા બેનેગલે જણાવ્યું કે તેમના પિતા કિડનીની ક્રોનિક બિમારીથી પીડિત હતા અને તેઓ આ બીમારીના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયા હતા. શ્યામ બેનેગલ 90 વર્ષના હતા. અંતિમ સંસ્કાર અંગે બાદમાં નિર્ણય લેવામાં આવશે.