Connect Gujarat
મનોરંજન 

અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના બ્રેકઅપની અફવા ખોટી, મૂંબઈમાં સાથે નજરે પડ્યું કપલ...

બોલિવૂડનો હેન્ડસમ હંક અર્જુન કપૂર આ દિવસોમાં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપની વાતને લઈને ખૂબ ચર્ચામાં છે.

અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના બ્રેકઅપની અફવા ખોટી, મૂંબઈમાં સાથે નજરે પડ્યું કપલ...
X

હાલમાં જ અર્જુન અને મલાઇકાના બ્રેકઅપની અફવાએ ખૂબ જોર પકડ્યું છે. બોલિવૂડનો હેન્ડસમ હંક અર્જુન કપૂર આ દિવસોમાં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપની વાતને લઈને ખૂબ ચર્ચામાં છે. આ બાબતે મળતી માહિતી પ્રમાણે આ કપલ 6 વર્ષ ડેટિંગ કર્યા પછી એકબીજાથી અલગ થઈ ગયું છે. પરંતુ આજે આ બંનેનો એક આવો વીડિયો સામે આવ્યો છે. જેણે આ સમાચારો પર પૂર્ણવિરામ મૂક્યું છે. તાજેતરમાં વાયરલ થયેલા આ વીડિયો જોયા પછી હવે બંનેના ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે અને તેમના પર પ્રેમ પણ વરસાવી રહ્યા છે.

હકીકતમાં હાલમાં જ મલાઈકા અરોરા અને અર્જુન મુંબઈમાં થયેલા વરસાદ દરમ્યાન એકસાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન અર્જુન જહાં બ્લેક ટી-શર્ટ સાથે ટ્રાઉઝર પહેરીને સ્પોર્ટી લુકમાં જોવા મળ્યો હતો. તો આ બાજુ મલાઈકા સફેદ ટોપ સાથે મેચિંગ શોર્ટ્સમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વીડિયોમાં આ કપલ ઘરની નીકળીને પોતાની કારમાં બેસતા જોવા મળી રહ્યા છે. આ અગાઉ એકવાર જ્યારે મલાઈકાએ ઈન્ટરનેશનલ ડોગ ડે પર તેના કૂતરા સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તો અર્જુન કપૂરે પણ અભિનેત્રીના આ વીડિયો પર પ્રેમભરી કોમેન્ટ કરી હતી. ત્યારે પણ એ સ્પષ્ટ થઈ ગયું કે આ કપલ પણ સાથે છે.

Next Story