Connect Gujarat
મનોરંજન 

'સલાર'નો બોક્સ ઓફિસ પર કહેર, માત્ર ચાર દિવસમાં કરી આટલી કમાણી..!

દક્ષિણના રાજ્યની ફિલ્મ 'સાલરઃ પાર્ટ 1-સીઝફાયર' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દરરોજ ફિલ્મ શાનદાર બિઝનેસ સાથે આગળ વધી રહી છે.

સલારનો બોક્સ ઓફિસ પર કહેર, માત્ર ચાર દિવસમાં કરી આટલી કમાણી..!
X

દક્ષિણના રાજ્યની ફિલ્મ 'સલારઃ પાર્ટ 1-સીઝફાયર' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દરરોજ ફિલ્મ શાનદાર બિઝનેસ સાથે આગળ વધી રહી છે. 'સલાર' જે ઝડપે કમાણી કરી રહી છે તે જોતા એમ કહેવું ખોટું નહીં હોય કે ફિલ્મને 500 કરોડના ક્લબમાં પહોંચવામાં વધુ સમય નહીં લાગે. ચોથા દિવસે આ ફિલ્મે ફરી એકવાર ટિકિટ બારી પર ધમાલ મચાવી છે.

પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત 'સલાર' પાન ઈન્ડિયા લેવલ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ હિન્દી સહિત વધુ ચાર ભાષાઓમાં રિલીઝ થઈ હતી. ગયા અઠવાડિયે 'સલાર' થિયેટરોમાં આવી ત્યારથી તે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફેન્સ ફિલ્મની રિલીઝને તહેવારની જેમ સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા. લોકોએ ફટાકડા ફોડીને પ્રભાસની ફિલ્મની ઉજવણી કરી હતી. આ ત્યારે છે જ્યારે ફિલ્મ ટિકિટબારી પર આવી હતી.

આ ફિલ્મે રૂ. 90.7 કરોડના કલેક્શન સાથે શાનદાર ઓપનિંગ કર્યું હતું અને વર્ષના સૌથી મોટા ઓપનરનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. બીજા દિવસે 56.35 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 62.05 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. હવે ચોથા દિવસે ફિલ્મે 42.50 કરોડનો બિઝનેસ કર્યો છે. આ પ્રારંભિક અંદાજના આંકડા છે. 'સલાર'નું કુલ સ્થાનિક કલેક્શન 251.60 કરોડ સુધી પહોંચી ગયું છે.

Next Story