/connect-gujarat/media/post_banners/316b1582f21607d5ed5ca3a06a6cbf4f2f3019b7b58eed1499459956930adf2d.webp)
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની બાદશાહત વિશ્વભરમાં અડિખમ છે. હવે તેણે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. શાહરૂખ ખાને TIME 100ની યાદીમાં ટોપ પર સ્થાન મેળવ્યું છે. એટલું જ નહીં, તેણે ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી, પ્રિન્સ હેરી, મેગમ માર્કલ જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.
ટાઈમ મેગેઝીને સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે, જેમાં શાહરૂખ ખાન ટોપ પર છે. આ યાદી વાચકોના મતના આધારે તૈયાર કરવામાં આવી છે. કિંગ ખાન 'ટાઈમ 100' લિસ્ટમાં ટોપ પર છે. અમેરિકન પબ્લિકેશન અનુસાર, આ વર્ષે 1.2 મિલિયન એટલે કે 12 લાખ લોકોએ વોટિંગ કર્યું છે, જેમાં શાહરૂખ ખાનને સૌથી વધુ 4 ટકા વોટ મળ્યા છે. આ યાદીમાં બીજા નંબરે ઈરાની મહિલા મહસા અમીની છે, જેણે પોતાના દેશમાં ઈસ્લામિક કટ્ટરવાદ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. મહેસાનું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અવસાન થયું હતું. તેમને 3 ટકા મત મળ્યા હતા. ત્રીજા નંબરે પ્રિન્સ હેરી 1.9 ટકા વોટ સાથે અને ચોથા નંબરે પ્રિન્સ હેરીની પત્ની મેગમ માર્કલ. પાંચમા નંબર પર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી છે, જેને 1.8 ટકા વોટ મળ્યા છે.