પઠાણ ફિલ્મ બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન ની પઠાણ ફિલ્મ નો દેશભરમાં થઇ રહેલા વિરોધ અને વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. ગુજરાતના જાણીતા લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ ફિલ્મ અંગે નિવેદન આપ્યું છે કે આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ થવા દેવી ના જોઇએ. તેમણે આરોપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો કે 75 વર્ષ સુધી સનાતન ધર્મનું બોલિવૂડે ખરાબ કર્યુ છે.ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનું એક સોંગ તાજેતરમાં રિલીઝ થયું છે. આ ગીતમાં અભિનેત્રી દીપિકા પદૂકોણે ભગવા રંગની બિકની પહેરી હોવાનો આરોપ લાગ્યો છે. ભગવા રંગની બિકીની વિવાદ દેશમાં વકરી રહ્યો છે અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. વીએચપી ગીતના કેટલાક સીન હટાવવાની માગ કરી હતી. આરએસએસએ પણ સીન બદલવાની માંગ કરી છે. મધ્યપ્રદેશના મંત્રી ડો.નરોત્તમ મિશ્રા મધ્ય પ્રદેશમાં ફિલ્મ ને રિલીઝ થવા નહીં દેવાય તેમ કહીને વિરોધ વ્યક્ત કર્યો હતો.હવે આ ફિલ્મનો વિવાદ ગુજરાત પહોંચ્યો છે. ગુજરાતના જાણીતા લોક કલાકાર રાજભા ગઢવીએ કહ્યું છે કે ગુજરાતમાં ફિલ્મ રિલીઝ ન થવા દેવી જોઈએ. તેમણે કહ્યું કે બોલિવૂડમાં સનાતન પરંપરાને ખરાબ દેખાવ પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે ખાસ કરીને સનાતન પરંપરાને ખરાબ દેખાડવાની કોશિશ થતી આવે છે. પઠાણ ફિલ્મનું ગીત રીલીઝ થયું છે તેમાં અભિનેત્રીએ ભગવું પહેર્યું છે. ગુજરાતીઓને કહું છું કે આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થવા દેવી ના જોઈએ. આપણી ભાવના અને પરંપરા અને સનાતન ધર્મ સાથે હિન્દુત્વ સાથે ખરાબ કરવું બોલીવુડે નક્કી કર્યું છે
શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મના વિવાદની ગુજરાતમાં એન્ટ્રી ! વાંચો ભગવા બિકિની પર કોણે નોંધાવ્યો વિરોધ
પઠાણ ફિલ્મ બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન ની પઠાણ ફિલ્મ નો દેશભરમાં થઇ રહેલા વિરોધ અને વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે.
New Update
Latest Stories