બહેન અર્પિતાએ ભાઈજાન સલમાન ખાનની સુરક્ષા માટે દુઆ માંગી,નિઝામુદ્દીન દરગાહમાં માથુ નમાવ્યું

બહેન અર્પિતાએ તાજેતરમાં જ દિલ્હીની નિઝામુદ્દીન દરગાહમાં માથું ટેકવી અને પરિવારની સુખાકારી માટે દુઆ કરી હતી.

New Update
બહેન અર્પિતાએ ભાઈજાન સલમાન ખાનની સુરક્ષા માટે દુઆ માંગી,નિઝામુદ્દીન દરગાહમાં માથુ નમાવ્યું

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બહેન અર્પિતાએ તાજેતરમાં જ દિલ્હીની નિઝામુદ્દીન દરગાહમાં માથું ટેકવી અને પરિવારની સુખાકારી માટે દુઆ કરી હતી. અર્પિતાનો દરગાહ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં અર્પિતા લીલા રંગના અનારકલી સૂટમાં જોવા મળી રહી છે. અર્પિતા સાથે તેનો પુત્ર આહિલ પણ જોવા મળી રહ્યો છે.

Advertisment

અર્પિતાના પતિ આયુષ શર્માએ પણ હાલમાં જ ANIને આપેલા ઈન્ટરવ્યુમાં સલમાનના ઘરની બહાર ફાયરિંગની વાત કરી છે. તેણે કહ્યું, આ અમારા માટે કપરો સમય છે. અમારો આખો પરિવાર આ સમયે સાથે છે. આયુષે વધુમાં કહ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે તેથી અત્યારે કંઈપણ કહેવું યોગ્ય નથી. મુંબઈ પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે. આ સમયે હું ફક્ત તે દરેકનો આભાર માનું છું જેણે અમારા માટે પ્રાર્થના કરી છે. હવે સલમાન ખાન પણ કામ પર પાછો ફર્યો છે.