/connect-gujarat/media/post_banners/c0a2494577c9f37cb9997c85e04738a150ff0a2e2b87622f3059a52058394649.webp)
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને સંગીતકાર વિજય એન્ટોનીની 16 વર્ષની દીકરી મીરાંનું દુ:ખદ નિધન થયું છે. મીરાએ આજે 19 સપ્ટેમ્બર મંગળવારે સવારે ચેન્નાઈમાં ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે. અહેવાલો અનુસાર, તે સવારે 3 વાગ્યે તેના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે, તે તણાવમાં હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી. જો કે એક્ટર વિજય કે પરિવારના અન્ય કોઈ સભ્ય તરફથી આ અંગે સ્પષ્ટ નિવેદન આવ્યું નથી. પ્રાપ્ત વિગત અનુસાર, મીરાંનો મૃતદેહ આજે સવારે ચેન્નાઈમાં આવેલા તેના ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મીરાં 16 વર્ષની હતી અને લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. મીરાંને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. દીકરીના મોતથી સમગ્ર પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.