Connect Gujarat
મનોરંજન 

બોલીવુડ પર સાઉથનો દબદબો : બોક્સ ઓફિસ પર એપ્રિલમાં 500 કરોડથી વધુનું કલેક્શન, બોલિવૂડનો ફાળો માત્ર આટલા ટકા જ..

હિન્દી સિનેમાના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે સતત બે મહિના સુધી બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 500 કરોડને પાર કરી ગયું હોય.

બોલીવુડ પર સાઉથનો દબદબો : બોક્સ ઓફિસ પર એપ્રિલમાં 500 કરોડથી વધુનું કલેક્શન, બોલિવૂડનો ફાળો માત્ર આટલા ટકા જ..
X

હિન્દી સિનેમાના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે સતત બે મહિના સુધી બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 500 કરોડને પાર કરી ગયું હોય. માર્ચ મહિનામાં, વિવેક અગ્નિહોત્રીની 'ધ કાશ્મીર ફાઇલ્સ' અને એસએસ રાજામૌલીની 'RRR' [હિન્દી]એ આ શક્ય બનાવ્યું. એપ્રિલ મહિનામાં, પ્રશાંત નીલની 'KGF - ચેપ્ટર 2' [હિન્દી] તેમજ જુનિયર NTRની 'RRR' [હિન્દી] એ અદ્ભુત કલેક્શન દર્શાવ્યું હતું.

'KGF - ચેપ્ટર 2' [હિન્દી] 14 એપ્રિલે સિનેમાઘરોમાં રીલિઝ થયું, તેણે રૂ. 53.95 કરોડની કમાણી કરી, અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગનો રેકોર્ડ બનાવ્યો. ત્યારથી એપ્રિલના અંત સુધીમાં તેણે 360.31 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. બીજી તરફ, 25 માર્ચે રિલીઝ થયેલી 'RRR'એ એપ્રિલમાં 129.24 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

11 માર્ચે રિલીઝ થયેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ એપ્રિલ મહિનામાં 15.28 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજી તરફ, શાહિદ કપૂરની 'જર્સી' એ 17.20 કરોડ રૂપિયા, જ્હોન અબ્રાહમની 'એટેક - પાર્ટ 1' એ 16.13 કરોડ રૂપિયા, ટાઈગર શ્રોફની 'હીરોપંતી 2' એ 12.50 કરોડ રૂપિયા અને અજય દેવગનની રનવે 34.57 કરોડની કમાણી કરી છે. એટલે કે હિન્દી સિનેમાની પાંચ ફિલ્મોએ મળીને બોક્સ ઓફિસ કલેક્શનમાં માત્ર 12.48 ટકાનો ફાળો આપ્યો છે.

Next Story