સની દેઓલનો 'બોર્ડર 2' ફિલ્મને લઈને ચોંકાવનારો ખુલાસો, જાણો શું કહ્યું !

બોલિવૂડની એક્શન ફિલ્મ 'બોર્ડર 2'ની જાહેરાત થયા બાદ તેની ચર્ચા ખૂબ થઈ રહી છે. 15 ઓગસ્ટ 2025ના રોજ મેકર્સે ફિલ્મનું પહેલુ પોસ્ટર પણ રિલીઝ કર્યું છે.

New Update
border2

બોલિવૂડની એક્શન ફિલ્મ 'બોર્ડર 2'ની જાહેરાત થયા બાદ તેની ચર્ચા ખૂબ થઈ રહી છે. 15 ઓગસ્ટ 2025ના રોજ મેકર્સે ફિલ્મનું પહેલુ પોસ્ટર પણ રિલીઝ કર્યું છે.

સાથે જ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ 22 જાન્યુઆરી 2026ના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ કરાશે. ફિલ્મમાં સની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી પણ જોવા મળશે. ફિલ્મને લઈને આ સ્ટાર્સ પણ સતત અપડેટ આપી રહ્યા છે. હાલમાં જ અભિનેતા સની દેઓલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે દર્શકોની આશા પર ખરા ઉતરશે. 

સની દેઓલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ' મે વરુણ ધવન સાથે પહેલા પણ કામ કર્યું છે. હવે હું દિલજીત અને વરુણની સાથે ફરી શૂટિંગ કરી રહ્યો છું, તો આ બધુ સારું ચાલી રહ્યું છે. મને આશા છે કે અમે ચાહકોની આશા પર ખરા ઉતરીશું,' સની દેઓલે આગળ જણાવ્યું કે, ' જ્યારે  હું 'ગદર'ની શૂટિંગ કરી રહ્યો હતો ડર લાગતો હતો, હવે તે જ રીતે હું 'બોર્ડર'ની શૂટિંગ કરી રહ્યો છું તો ડર લાગી રહ્યો છે. પણ આ ડર મને કઇ કરવાથી રોકી નથી શક્તો. અમને બસ સ્ક્રિપ્ટને ફોલો કરવી છે અને તે જ રીતે અભિનય કરવો છે. આશા છે કે અમે દર્શકોની આશા પર ખરા ઉતરીશું,' 

બોર્ડર 2નું દિગદર્શન અનુરાગ સિંહ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સોનમ બાજવા, મેઘા રાણા પણ જોવા મળશે. આ ફિલ્મને જેપી દત્તા અને ભૂષણ કુમાર પ્રૉડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મની શૂટિંગ પુણે, પંજાબ જેવા શહેરોમાં થઈ રહ્યું છે. ફિલ્મનું પોસ્ટર 15 ઓગસ્ટના દિવસે રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં સની દેઓલ આર્મી લુકમાં જોવા મળી રહ્યો છે. સનીએ પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું છે.. હિન્દુસ્તાન કે લીએ લડેંગે .. ફિર એક બાર.

CG Entertainment | 'Border 2' | Sunny Deol | Bollywood Movie 

Latest Stories