ભારતના બાળ કલાકાર અને ઓસ્કારમાં એન્ટ્રી મેળવેલ ફિલ્મ 'છેલ્લો શો' ના 10 વર્ષીય એક્ટર રાહુલ કોળી માટે તેની પ્રથમ ફિલ્મ તેના માટે નવી કારકિર્દીની સીડી બની હતી. પરંતુ 2 ઓક્ટોબરના રોજ અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયાના કારણે તેનું અવસાન થતા ગમગીની છવાઇ છે.
જામનગર નજીક આવેલા તેના વતન હાપા ખાતે તેના પરિવાર દ્વારા પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. રાહુલના પિતા રામુ કોળી ઓટોરિક્ષા ડ્રાઇવર છે અને તેમણે જણાવ્યું કે, 'તે ખૂબ જ ખુશ હતો અને કહેતો હતો કે, 14 ઓક્ટોબર પછી આપણું જીવન બદલાઈ જશે.' મૂવી રિલીઝ થશે ત્યારે રાહુલના નિધનને 13 દિવસ એટલે કે તેનું તેરમું થશે. જે દિવસે મૃત્યું પછીની કેટલીક વિધિઓ કરવામાં આવે છે.આપને જણાવી દઇએ કે, 12 દિવસ પહેલા જ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 95માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતની ઓફિશ્યલ એન્ટ્રી તરીકે ગુજરા ફિલ્મની પસંદગી કરી હતી. ફિલ્મ 'છેલ્લો શો' ડાયરેક્ટર યુએસ સ્થિત પાન નલિન ઉર્ફે નલિન પંડ્યા છે. જેઓ સૌરાષ્ટ્રમાં ઉછર્યા છે અને તેની આસપાસ આ ફિલ્મની કહાની હશે. રાહુલે ફિલ્મમાં સિગ્નલ મેન ના પુત્ર અને મુખ્ય પાત્ર સમયના ખાસ મિત્ર મનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં 6 બાળ કલાકારો છે, જે તમામ સ્ટોરીમાં ખૂબ મહત્વનો રોલ નિભાવી.ફિલ્મ નિર્માતા નલિને જણાવ્યું કે, રાહુલના અવસાનથી ફિલ્મ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને આઘાતમાં સરી ગયા છે. અમે આ કઠિન સમયમાં તેના પરિવારની સાથે છીએ. અમે તેને બચાવી શક્યા નથી.