હિન્દી સિનેમાના પ્રખ્યાત સ્ટાર અને રાજનેતા રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા ડિફેન્સ ફોર્સમાં જોડાઈ ગઈ છે. ઈશિતા ભારત સરકારની અગ્નિપથ યોજના હેઠળ ડિફેન્સ દળનો ભાગ બની છે. આ વર્ષની શરૂઆતમાં રવિ કિશને કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે તેમની પુત્રી ડિફેન્સ ફોર્સમાં જોડાય. આવી સ્થિતિમાં અભિનેતાની છાતી ચોક્કસ ગર્વથી પહોળી થઈ ગઈ હશે. એવામાં હવે અનુપમ ખેરે પણ ટ્વીટ દ્વારા ઈશિતાના વખાણ કર્યા હતા અને રવિ કિશનને અભિનંદન પાઠવ્યા હતા.
અનુપમ ખેરે ટ્વીટમાં લખ્યું કે, 'મારા પ્રિય મિત્ર રવિ કિશન તમારી પુત્રી ઇશિતા વિશે માટે પ્રેરણાદાયી સમાચાર વાંચ્યા કે તે અગ્નિવીર યોજના હેઠળ ડિફેન્સ ફોર્સમાં જોડાઈ છે. મને એ વાતની ખુશી છે અને ગર્વ પણ છે. ઈશિતાને અઢળક પ્રેમ અને આશીર્વાદ. તેને કહો કે તેનું આ પગલું લાખો છોકરીઓ માટે પ્રેરણાનું ઉદાહરણ બનશે!જય હિન્દ!'
જણાવી દઈએ કે રવિ કિશને પણ તેમની પુત્રીની આ ઉપલબ્ધિ વિશે ટ્વિટ કર્યું. આ પહેલા 15 જૂનના રોજ તેણે અન્ય એક ટ્વીટમાં લખ્યું હતું કે, "સવારે પુત્રીએ કહ્યું કે તે અગ્નિપથ યોજના હેઠળ સેનામાં જોડાવા માંગે છે. મેં તેને કહ્યું, આગળ વધો. ઈશિતાની વાત કરીએ તો તે માત્ર 21 વર્ષની છે. 10 ફેબ્રુઆરીએ જૌનપુરમાં જન્મેલી ઈશિતાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. ઈશિતા એનસીસીમાં કેડેટ રહી ચૂકી છે. ઈશિતાએ વર્ષ 2022માં NCC ADG એવોર્ડ ઓફ એક્સેલન્સ જીત્યો હતો.