Connect Gujarat
મનોરંજન 

ફિલ્મ ‘લીયો’એ કરી શાનદાર કમાણી, રજનીકાંતની ફિલ્મ જેલરને પાછળ છોડી બની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ....

વિજય થલાપતિની ફિલ્મ લીયો શાનદાર કમાણી કરી રહી છે. ત્રીજા અઠવાડીયા બાદ પણ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે.

ફિલ્મ ‘લીયો’એ કરી શાનદાર કમાણી, રજનીકાંતની ફિલ્મ જેલરને પાછળ છોડી બની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ....
X

વિજય થલાપતિની ફિલ્મ લીયો શાનદાર કમાણી કરી રહી છે. ત્રીજા અઠવાડીયા બાદ પણ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. રિલીઝના 17માં દિવસે ફિલ્મે વિશ્વભરમાં 5.95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન 379.15 કરોડ રૂપિયા થઈ ગયું છે. વિશ્વભરના આંકડાઓની વાત કરવામાં આવે તો ફિલ્મે 564.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. 'લિયો'ની કમાણી ગયા રવિવારે ફિલ્મ 'જેલર'ની કમાણી કરતા ઓછી હતી. 'જેલરે 'તેની રિલીઝના ત્રીજા રવિવારે 7.9 કરોડ રૂપિયા એકત્ર કર્યા. જોકે, સ્થાનિક કમાણીના મામલે 'લિયો'એ 'જેલર'ને પાછળ છોડી દીધા છે. 'જેલર'નું ભારતીય બોક્સ ઓફિસ પર કુલ 348.55 કરોડનું કલેક્શન હતું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે થોડા દિવસોમાં 'લિયો' વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 'જેલર'નો રેકોર્ડ તોડી નાખશે. 'જેલરે' વિશ્વભરમાંથી કુલ 604 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Next Story