Connect Gujarat
મનોરંજન 

શાહરુખ ખાનના જન્મદિવસ પર રીલીઝ કરાયું ‘ડંકી’ ફિલ્મનુ પહેલું ટીઝર, ફિલ્મ ઈમોશનલ અને કોમેડીથી ભરપૂર.....

બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના 58 માં જન્મદિવસ પર તેમની નવી ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

શાહરુખ ખાનના જન્મદિવસ પર રીલીઝ કરાયું ‘ડંકી’ ફિલ્મનુ પહેલું ટીઝર, ફિલ્મ ઈમોશનલ અને કોમેડીથી ભરપૂર.....
X

બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના 58 માં જન્મદિવસ પર તેમની નવી ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ડંકી ઈમોશન્સ સાથે કોમેડીનું પણ જબરદસ્ત મિક્ષ્ચર છે. ટીઝરની શરૂઆત માં ફિલ્મ સિરિયસ અને થ્રીલર ટાઇપની હોય તેવું લાગે છે પરંતુ ત્યાર પછી ફિલ્મમાં શાહરુખ ખાનનો અલગ જ અંદાજ જોવા મળે છે. ફિલ્મમાં શાહરુખ ખાન પોતાના ભાઈ જેવા મિત્રો સાથે પોતાનું લંડન જવાનું સપનું પૂરું કરતો જોવા મળે છે. ડંકી ફિલ્મના આ ટીઝર વિડીયો ડ્રોપ 1 માં જોવા મળે છે કે એક બંજર જગ્યામાં કાળા કપડાં પહેરીને કેટલાક લોકો ચાલીને જઈ રહ્યા છે. જેમાં શાહરુખ ખાન પણ જોવા મળે છે ત્યાર પછી એક વ્યક્તિ દૂરથી બંદૂક વડે તેમના પર નિશાન સાથે છે ત્યાર પછી સીન બદલી જાય છે અને એક કોમેડી અને ડ્રામેટિક સ્ટોરી જોવા મળે છે. ફિલ્મ મેકર્સે શાહરુખ ખાનના જન્મદિવસ પર ડંકીનું આ પહેલું ટીઝર રિલીઝ કર્યું છે ટૂંક સમયમાં જ ફિલ્મનું બીજું ટીઝર એટલે કે ડ્રોપ ટુ પણ રિલીઝ કરવામાં આવશે. શાહરુખ ખાન સાથે આ ફિલ્મમાં તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બર 2023 માં ક્રિસમસ પર રિલીઝ થવા જઈ રહી છે.

Next Story