/connect-gujarat/media/post_banners/0834c453c4648ca5b294f7859d90596bb0c68dff105c1bc043e4c9eca347eded.webp)
પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. તેમની પુત્રી નાયબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયામાં આપી છે. ગઝલ ગાયક છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. મીડિયા અહેવાલો અનુસાર, તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સોમવારે 26 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. હાલ તેમના પાર્થિવ દેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. તેમના ભાઈઓ આવશે ત્યારે મૃતદેહને ઘરે લઈ જવામાં આવશે. આવતીકાલે એટલે કે 27 ફેબ્રુઆરી, મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગઝલ ગાયક જાજીમ શર્માએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, 'પંકજ ઉધાસ પેનક્રિયાસના કેન્સર સામે લડી રહ્યા હતા'. ​​​​​​પંકજ ઉધાસને પ્રખ્યાત ગઝલ 'ચિઠ્ઠી આયી હૈ'થી ઓળખ મળી હતી.નિદા ફઝલીના પત્ની માલતી જોષી ફઝલીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'પંકજજી સાથે ઘણીવાર સાથે કામ કર્યું હતું. તેઓ ઘણાં જ સારા વ્યક્તિ હતા. સ્વભાવે મિલનસાર હતા. તેમણે નિદાસાહેબની ગઝલો પણ ગાઈ હતી. તેમની સાથે પ્રોફેશનલ સંબંધો રહ્યા હતા અને તે ઘણાં જ સારા હતા. તે એક ઉમદા કલાકાર હતા. તેમને કારણે જ ભારતમાં ગઝલો આટલી લોકપ્રિય થઈ હતી. તેમણે પોતાની યુનિક સ્ટાઇલમાં ગઝલો ગાઈ અને ચાહકોમાં તે ફેમસ થઈ. તેમની બરાબરી કરી શકે તેવું હજી સુધી કોઈ આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યું નથી. આપણે એક લિજેન્ડરી આર્ટિસ્ટને ગુમાવ્યા.'