અજય દેવગણની શૈતાન ટુમાં કાજોલ પણ કેમિયો કરે તેવી ચર્ચા

અજય દેવગણ હવે 'શૈતાન ટૂ' બનાવી રહ્યો છે. તેમાં કાજોલ પણ કેમિયો કરશે તેવી અટકળો છે. ફિલ્મમાં અજય, આર. માધવન તથા જાનકી બોડીવાલા સહિતના કલાકારો રીપિટ થશે.

New Update
shaitaan 2

અજય દેવગણ હવે 'શૈતાન ટૂ' બનાવી રહ્યો છે. તેમાં કાજોલ પણ કેમિયો કરશે તેવી અટકળો છે.

ફિલ્મમાં અજય, આર. માધવન તથા જાનકી બોડીવાલા સહિતના કલાકારો રીપિટ થશે. આ ઉપરાંત કેટલાક નવા કલાકારો પણ ઉમેરાશે તેવી ચર્ચા છે. 

આ ફિલ્મના પ્લોટને મૂળ 'શૈતાન' સાથે કોઈ લેવાદેવા નહીં હોય. બિલકૂલ નવી  વાર્તા જ રજૂ કરાશે. અજય દેવગણને પોતાની જૂની ફિલ્મોના પાર્ટ ટુ , પાર્ટ થ્રી એમ ફ્રેન્ચાઈઝી સ્વરુપે  બનાવી  સફળતાનો શોર્ટકટ મેળવવાનું ફાવી ગયું છે. આ કિસ્સામાં પણ તે મૂળ 'શૈતાન' ફિલ્મની ગુડવિલને નીચોવી  લેવા ખાતર જ 'શૈતાન ટુ' એેવું ટાઈટલ રાખવાનો હોવાનું કહેવાય છે. 

જોકે, બોલીવૂડમાં આવું કરવાવાળો અજય દેવગણ એકલો નથી. તાજેતરમાં કરણ જોહરે પણ અક્ષય કુમારની સી. શંકરન નાયરની બાયોપિકને 'કેસરી ટૂ' તરીકે પેશ કરી હતી. વાસ્તવમાં તેને અક્ષય કુમારની મૂળ 'કેસરી' ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવાદેવા જ ન હતી.