/connect-gujarat/media/media_files/2024/12/04/tGFopTPR6hSIZ11GF8NW.jpg)
વિક્રાંત મેસી સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઝીરો સે રિસ્ટાર્ટ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. વિધુ વિનોદ ચોપરાએ દર્શકોને 2 મિનિટ 9 સેકન્ડના ટ્રેલરમાં અદ્ભુત સિનેમેટિક અનુભવની ઝલક આપી છે.
‘ઝીરો સે રીસ્ટાર્ટ’નું ટ્રેલર અદ્ભુત છે, જે વાર્તા પહેલાની વાર્તાની ઝલક આપે છે.તેમાં કોઈ શંકા નથી કે '12thફેલ' બાદ વિધુ વિનોદ ચોપરા ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. ટ્વિસ્ટ, હૃદયસ્પર્શી લાગણીઓ, કોમેડી અને મનોરંજક ડ્રામાથી ભરેલું, ટ્રેલર તમને અદભૂત સિનેમેટિક જર્ની પર લઈ જતા ચોપરાની શ્રેષ્ઠ શૈલીનું પ્રદર્શન કરે છે.વિધુ વિનોદ ચોપરા ફિલ્મ્સે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'ભારતીય સિનેમાની સૌથી પ્રિય ફિલ્મોમાંની એકના નિર્માણમાં લાગેલા પાગલપણની ઝલક મેળવવા માટે તૈયાર થઈ જાઓ! 'રીસ્ટાર્ટ ફ્રોમ ઝીરો'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 13 ડિસેમ્બરથી સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે