/connect-gujarat/media/media_files/2025/07/21/jetha-2025-07-21-16-54-56.jpg)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની સૌથી મનગમતી અને લાંબા સમયથી ચાલી રહેલી સિરીયલ છે. દરેક વર્ગના દર્શકો આ સિરીયલ અને એના પાત્રો સાથે એક અલગ બોન્ડ શેર કરે છે. પરંતુ હવે આ સિરીયલને લઈને જ એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સિરીયલની જાન અને લોકપ્રિય કલાકાર દિલીપ જોષી એટલે કે જેઠાલાલ પણ આ શો છોડી રહ્યા છે. છેલ્લાં કેટલાક એપિસોડથી શોમાં દિલીપ જોષી અને મુનમુન દત્તા કે જેઓ આ સિરીયલમાં બબીતાજીનો રોલ કરી રહ્યા છે તે મિસિંગ છે. પરંતુ હવે સિરીયલના પ્રોડ્યુસર આસિતકુમાર મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. આવો જોઈએ શું કહ્યું છે તેમણે-
આસિતકુમાર મોદીએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તારક મહેતા કા સિરીયલને લઈને જ્યારે પણ કોઈ સમાચાર સામે આવી છે તો તરત જ વાઈરલ થઈ જાય છે. ઘણી વખત શોને લઈને સેન્સેટિવ અને મિસલિડિંગ સમાચાર કે રિપોર્ટ્સ સામે આવતા હોય છે. પરંતુ મેં ક્યારેય એની ખાસ પરવાહ નથી કરી. જો દરેક અફવા કે ખોટા રિપોર્ટ્સ પર સ્પષ્ટતા આપવા બેસીશ તો આ ક્યારેય પૂરું નહીં થાય.
ઈન્ટરવ્યુમાં આગળ તેમણે જણાવ્યું હતું કે હાલમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોષી પોતાની પર્સનલ કમિટમેન્ટ્સને કારણે શોમાં નથી દેખાઈ રહ્યા પણ એનો અર્થ એ નથી કે તેમણે આ શો છોડી દીધો છે. કોઈ પણ શોની સ્ટોરી એક જ કેરેક્ટરની આસપાસમાં ચલાવવી શક્ય નથી. લોકો ખૂબ જ જલ્દી અંદાજો લગાવે છે કે તારણો પર પહોંચી જાય છે. પરંતુ હું સ્ટોરી પર ધ્યાન આપું છું. આ પ્રકારની અફવાઓને ઈગ્નોર કરવાનું યોગ્ય સમજું છું.
CG Entertainment | Tarak Mehta ka oltah Chasma | Jethalal Gada | Asit Modi