બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ભૂલથી પણ આ ભૂલ ન કરતા,33 ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનાં એક્શન પ્લાન સાથે ગેરરીતિની સજાનું કોષ્ટક પણ જાહેર કરવામાં આવ્યું છે

બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ભૂલથી પણ આ ભૂલ ન કરતા,33 ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈ જાહેર
New Update

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનાં એક્શન પ્લાન સાથે ગેરરીતિની સજાનું કોષ્ટક પણ જાહેર કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે કરવામાં આવતી 33 ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈ જાહેર કકરવામાં આવી છે.વિદ્યાર્થીઓની ગેરરીતિમાં જ્યાં પોલીસ ફરિયાદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જવાબવહી ખંડ નિરીક્ષકને સોંપવામાં ન આવે, ડમી વિદ્યાર્થીને બેસાડવામાં ન આવે, વર્ગખંડમાં પ્રતિબંધિત વિજાણુ ઉપકરણો જેમ કે, કેમેરાવાળી ઘડિયાળ, સ્માર્ટ ઘડિયાળ, કેમેરાવાળું કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક કેલક્યુલેટર વગેરે.તેમજ સૌથી મહત્વની બાબતની વાત કરીએ તો પરીક્ષા શરૂ થયા પહેલા પ્રશ્નપત્ર કે તેને લગતી વિગતો જેમ કે, જવાબો વોટ્સએપ, ઈ-મેઈલ કે સોશિયલ મીડિયા મારફતે બહાર મોકલવામાં આવે કે મેળવવામાં આવે તેમજ પરીક્ષાર્થી બહારથી અન્ય કોઈ વ્યક્તિ મારફતે જવાબ લખાવવામાં આવે તેવા કેસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. તેમજ આ પરીક્ષાનું પરિણામ તે વિદ્યાર્થીનું રદ્દ કરવામાં આવશે અને ત્યાર પછીની પરીક્ષામાં વિદ્યાર્થીને બેસવા દેવામાં આવશે નહી.

#Gujarat #CGNews #board exam #cheating #published #Gujarat State Board #punishment
Here are a few more articles:
Read the Next Article