અમદાવાદ : કૃષિ કાયદા સામે હવે રાજયના ખેડુતોનો પણ વિરોધ, ઠેર ઠેર કોંગી કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ

અમદાવાદ : કૃષિ કાયદા સામે હવે રાજયના ખેડુતોનો પણ વિરોધ, ઠેર ઠેર કોંગી કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ
New Update

કેન્દ્રની એનડીએ સરકારે લાગુ કરેલાં નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે ચાલી રહેલાં ખેડુતો આંદોલનને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમર્થન જાહેર કર્યું છે. જેના ભાગરૂપે શુક્રવારના રોજ રાજયના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજાયાં હતાં. વિરોધ કરી રહેલાં ખેડુતો અને કોંગી કાર્યકરો સાથે પોલીસ ઘર્ષણના બનાવો બન્યાં હતાં.

કૃષિ કાયદાઓનો વિરોધ પંજાબ અને હરિયાણાના ખેડૂતો કરી રહયાં છે. હજારોની સંખ્યામાં ખેડુતો દિલ્હીની સરહદ પર એકત્ર થયાં છે. દીલ્હીમાં ચાલી રહેલાં ધરતીપુત્રોના આંદોલનને ગુજરાતના વિવિધ કિસાન સંગઠનો અને કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું છે.

અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આજે સવારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ખેડૂત આંદોલન સમર્થનમાં હાથમાં બેનર સાથે પોહ્ચ્યા હતાં. કોંગ્રેસ આંદોલન ને લઇ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલાં 10થી વધારે કાર્યકરોની અટકાયત કરી હતી.

હવે વાત કરીશું કચ્છની. જ્યુબિલી સર્કલ પાસે પોલીસે કોંગ્રેસના હોદેદારો સાથે બળ પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. ધરણામાં બેઠેલા આગેવાનો અને કાર્યકરોની અટક કરી બસમાં ટીંગાટોળી કરી બેસાડી દેવામાં આવ્યાં હતાં.

ભરૂચમાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભરૂચ કલેકટર કચેરી ખાતે એકત્ર થયેલાં કોંગી આગેવાનો અને કાર્યકરોએ કિસાન વિરોધી યે સરકાર નહિ ચલેગી, નહિ ચલેગીના નારાઓ લગાવ્યાં હતાં. કેન્દ્ર સરકાર ખેડુત વિરોધી કાયદો પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી હતી.

રાજયના અન્ય શહેરોમાં પણ નવા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યાં હતાં. સુરેન્દ્રનગર, કીમ, સુરત, જુનાગઢ સહિતના શહેરોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણના કિસ્સાઓ સામે આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિયાણા અને પંજાબના ખેડુતોએ ટેકાના ભાવની માંગ સાથે શરૂ કરેલું આંદોલન હવે ગુજરાતમાં પણ પગપેસારો કરી રહયું છે. રાજયના કેટલાક કિસાન સંગઠનોનોના નેતાઓ આંદોલનમાં સામેલ થવા માટે દીલ્હી પહોંચી ગયાં છે……

#Gujarat #Ahmedabad #Ahmedabad Police #Ahmedabad News #FarmerBill
Here are a few more articles:
Read the Next Article