/connect-gujarat/media/post_banners/880f6272183810d702ce493179bde9f5be638bc5d8a8930df1c93c8faba9b987.webp)
આજ ના સમયમાં નાની ઉમરના લોકોને સફેદ વાળ થઈ જવાનો પ્રોબ્લેમ હોય છે. નિષ્ણાંતોનું માનીએ તો આહાર શૈલીની ખૂબ જ ખરાબ અસર આપણાં વાળ પર પણ જોવા મળે છે. તેવામાં જો નાની ઉમરથી જ વાળ કલર કરવાની શરૂઆત કરવામાં આવે તો વાળ વધારે નબળા પડતાં જાય છે. થોડાક સમયમાં વાળ ખરવાનું પણ વધી જાય છે. ત્યારે આજે તમને એક એવા ફૂલ વિષે જણાવીએ જેને લગાડવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા રહેશે, અને કલર કરવાની પણ જરૂર નહીં પડે.
બારમાસીના ફૂલ વાળને કુદરતી રીતે કાળા કરવામાં મદદ કરે છે. આ ફૂલનો ઉપયોગ કરવાથી વાળ સબંધિત સમસ્યામાં ફાયદો થાય છે. જો તમે કેમિકલ યુક્ત રંગોથી વચવા ઈચ્છો છો તો આ ફૂલનો ઉપયોગ કરી શકો છો. આ ફૂલમાંથી હેર કલર બનાવવા માટે નીચે દર્શાવ્યા પ્રમાણેની વિધિ ફોલો કરો.
20 થી 30 બારમાસીના ફૂલની પાંખડીઓ લેવી. તેને બરાબર સાફ કરી લેવી અને તેમાં 2 ચમચી ચાની ભૂકી અને એક ચમચી કોફી ઉમેરો. હવે તેમાં અડધો કપ પાણી ઉમેરી બરાબર ઉકાળો. બધી જ વસ્તુ બરાબર ઉકળી જાય પછી તેને ઠંડુ થવા દો અને પછી મિકસરમાં પીસી નાખો. હવે આ પેસ્ટને લોઢાના વાસણમાં બે કલાક સુધી રાખો. બે કલાક પછી તેને વાળમાં લગાવો. વાળમાં લગાવ્યા પછી તેને એક કલાક સુધી વાળમાં રહેવા દો. પછી માઈલ્ડ શેમ્પુથી વાળ ધોઈ નાખો. અઠવાડિયામાં બે વખત આ રીતે ફૂલની પેસ્ટ માથામાં લગાવશો તો તમારા સફેદ વાળ કાળા થવા લાગ