Connect Gujarat
ફેશન

અમદાવાદ : યુવતીઓમાં વધ્યો વેમ્પાયર ફેશિયલનો 'લોહિયાળ' ટ્રેન્ડ, પોતાના જ લોહીનો ઉપયોગ કરીને કરાવે છે આ ફેશિયલ

છેલ્લા ઘણાં સમયથી અમદાવાદમાં એક નવો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. આમ તો આ ટ્રેન્ડ વિદેશનો છે,

અમદાવાદ : યુવતીઓમાં વધ્યો વેમ્પાયર ફેશિયલનો લોહિયાળ ટ્રેન્ડ, પોતાના જ લોહીનો ઉપયોગ કરીને કરાવે છે આ ફેશિયલ
X

છેલ્લા ઘણાં સમયથી અમદાવાદમાં એક નવો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. આમ તો આ ટ્રેન્ડ વિદેશનો છે, પરંતુ હવે તે અમદાવાદમાં પણ ખાસ્સો લોકપ્રિય થયો છે. આ ટ્રેન્ડ એટલે વેમ્પાયર ફેશિયલ. વેમ્પાયર ફેશિયલમાં વ્યક્તિનું પોતાનું જ લોહી ઉપયોગમાં લેવાય છે.

આ ફેશિયલ કરાવવાથી ચહેરા પર કોલેજનનું લેવલ વધે છે અને તેને કારણે સ્કિન પરથી કરચલીઓનું પ્રમાણ ઘટે છે. પિગમેન્ટેશનમાં ઘટાડો થઈ શકે છે. સ્કિન હેલ્થી ને યુવાન બને છે. આ ઉપરાંત ચહેરા પર રહેલા ડાઘ-ધબ્બા પણ દૂર થાય છે. વેમ્પાયર ફેશિયલથી ચહેરા પર ગ્લો આવી જાય છે.

  • વેમ્પાયર ફેશિયલ કેવી રીતે કરવામાં આવે છે.

1. સૌ પ્રથમ સ્કીન એનાલાઈઝ કરવામાં આવે છે કે સ્કીન ઓઇલી, ડ્રાય, કે કોમ્બીનેસન છે.

2. ત્યાર બાદ સ્કીન ને સાફ કરવામાં આવે છે.

3. પોતાના જ હાથ માંથી 10 થી 20 ml જેટલું લોહી લેવામાં આવે છે.

4. લોહીને મશીનમાં પ્રોસેસ કરવામાં આવે છે.

5. ચહેરો સુન્ન પડી જાય તે માટે નમ્બિંગ ક્રીમ લગાવવામાં આવે છે.

6. આ ક્રીમ 40 મિનિટ સુધી રાખવામા આવે છે.

7. ત્યાર બાદ પેશન્ટને એપ્રોન અને શાવર કેપ પહેરાવવામાં આવે છે.

8. મશીનમાં નાખેલા લોહી માંથી પ્લાઝમા અલગ થાય છે.

9. સ્કીન ફરી વાર સાફ કરીને માઇક્રોનિડલિંગ ની પ્રોસેસ કરવામાં આવે છે.

10. ચહેરાની સ્કિનમાં પ્લાઝમા ઇન્ફલુઝ થાય છે.

11. પેશન્ટના ચહેરા પર બ્લડ એકાદ-બે મિનિટ માટે રાખવામાં આવે છે.

12. ત્યાર બાદ ઓમેગા લાઇટ થેરપી આપવામાં આવે છે.

13. માસ્ક હટાવી લઈ ને સ્કિનને નરીશ કરે તેવા સિરમ ઇન્ફલુઝ કરવામાં આવે છે.

14. મોઇશ્ચરાઇઝર અને સનસ્કીન લગાવવામાં આવે છે.

  • વેમ્પાયર ફેશિયલ પછી શું સાવચેતી રાખવી

1. તડકામાં જવાનું ટાળવું

2. દર ચાર કલાકે સનસ્કીન લગાડવું

3. સ્કીન રૂટિંગ ફોલો કરવું, જેમાં ક્લીંઝિંગ, મોઈશ્ચરઇઝિંગ અને સનસ્કીન લગાડવું

Next Story