કાલથી નવલી નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ સમયે ખેલૈયાઓ ખાસ લૂકમાં રમવાનું પસંદ કરતાં હોય છે. અમુક ખેલૈયાઓ એવા પણ હોય છે જેને ચણિયાચોળી પસંદ આવતા નથી. આ સમયે તેઓ કેઝ્યુઅલ લૂકમાં જ ગરબા રમી લેતા હોય છે. જો તમે પણ આ વર્ષે કોઈ ખાસ લુક ઈચ્છો છો તો તમારા માટે આઉટફિટ્સ લઈએ આવ્યા છીએ, જેને તમે અનેક રીતે કેરી કરી શકો છો.
લહેગાની સાથે તમે શર્ટ કેરી કરી શકો છો
લહેંગાની સાથે તમે સિલ્ક કે શાર્ટિનનો શર્ટ વિયર કરી શકો છો. ચમકદાર શર્ટ લહેંગાની સાથે ગજબનો લુક આપશે. તમે જો દાંડિયા કે ગરબા સમયે તેને પહેરી જશો તો લોકોની નજર તમારા પરથી નહીં ઊઠે.
સાડી રહેશે હંમેશા ટ્રેન્ડમાં
કોઈ પણ ફેસ્ટિવલ સિઝનમાં સાડીનો કોઈ જવાબ જ નથી. સાડી દરેક મહિલાઓને સુંદર લુક આપે છે. આ નવરાત્રિએ તમે સિકવન્સ સાડી, ઓર્ગેઞ્ઝા સાડી, પ્રિ સ્ટીચ સાડી, સિલ્ક સાડી પહેરીને તમારા લૂકને વધુ નીખારી શકો છો. તમે નવરાત્રિ માટે રેડ, પિન્ક અને ઓરેન્જ સાડી કેરી કરી શકો છો.
નવરાત્રીમાં લોંગ સ્કર્ટ ની સાથે ક્રોપ ટોપ અને તેના પર શ્રગ પહેરો, આ ફેશન હાલમાં ટ્રેન્ડમાં છે. જે તમને એકદમ અલગ જ લુક આપશે.
ફ્લોરલ પ્રિન્ટ લહેંગા
ફ્લોરલ પ્રિન્ટ લહેંગાનો પણ ખૂબ જ ટ્રેન્ડ છે. આ તમને એલિગંટ લુક આપશે. માર્કેટમાં અનેક ઓપસન મળી રહે છે. તેને પહેરીને તમે ખૂબ જ કમ્ફર્ટ અનુભવશો.
શરારા પણ તમે કેરી કરો શકો છો
નવરાત્રીમાં તમે શરારા ને પણ કેરી કરી શકો છો. આ હાલમાં ટ્રેન્ડમાં છે. તેનાથી તમને ફેસ્ટિવ લુક મળશે અને સાથે સાથે ગરબા રમવાની પણ મજા આવશે.