તમારી સ્કીનને ટાઇટ અને સુંદર રાખવા ટ્રાય કરો આ ઘરેલું ફેસ પેક

તમારી ત્વચા એકદમ સુંદર અને ટાઇટ રહશે. આ ફેસપેક ઘરે જ બનાવીને યુઝ કરી શકો છો આવો જાણીએ કઇ કઇ વસ્તુઓ જોઇશે અને કેવી રીતે બનાવવાો.

New Update
face pack

આજની ભાગદોડ વાળી લાઇફમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય અને સ્કીનનુ ધ્યાન નથી રાખી શકતી.

 ઘર, ઓફિસ, કામ, બાળકો સંભાળવામાં એટલી ખોવાઇ જાય છે કે તેની અસર સ્કીન અને તેમના શરીર પર પડે છે. પરંતુ આટલી બિઝી લાઇફમાં માત્ર આ એક ફેસપેક તમારી ત્વચાને નવુ જીવન આપશે.

તમારી ત્વચા એકદમ સુંદર અને ટાઇટ રહશે. આ ફેસપેક ઘરે જ બનાવીને યુઝ કરી શકો છો આવો જાણીએ કઇ કઇ વસ્તુઓ જોઇશે અને કેવી રીતે બનાવવાો.

આ પેકને બનાવવા માટે વધુ સામગ્રીની જરૂર નથી. ફેસ પેક માટે જરૂર પડશે એ છે ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીના બી, નારિયેળનુ તેલ, 1 ચમચી ચોખાનો લોટ, તજનો પાવડર, હળદર અને વિટામિન ઇ કેપ્સ્યુલ

સૌથી પહેલા ફલૅક્સ સીડ્સનું જેલ બનાવો. 1 કપ પાણી ગરમ કરો. તેમાં 2 ચમચી ફલૅક્સ સીડ્સ ઉમેરો અને સારી રીતે ઉકાળો.ત્યારબાદ આ જેલ તૈયાર થાય પછી ઠંડુ થવા દો.તેમાં ½ ચમચી નારિયેળનુ તેલ ઉમેરો.

1 ચમચી ચોખાનું લોટ, ½ ચમચી દાલચીની પાવડર, એક ચપટી હળદર, વિટામિન E કેપ્સ્યુલમાંથી તેલ કાઢી પેકને બરાબર મિક્સ કરી લો.

પહેલા તમારી સ્કીન ક્લીન કરી લો. બાદમાં આ પેકના આખા ફેસ પર લગાવીને ઓછામાં ઓછા 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ તે પેકને ધીમે ધીમે એક કોટનની મદદથી સાફ કરો. બાદમાં માત્ર ઠંડા પાણીથી તમારાં ફેસને સાફ કરી લો.બાદમાં તમે જે પણ મોશ્ચુરાઇઝર યુઝ કરો છો તેને લગાવી લો. 

Fashion tips | Home made | beautiful skin | Skincare

Latest Stories