અઠવાડિયામાં 3 વાર ચહેરા પર લગાવો આ માસ્ક, દુર થઈ જશે અણગમતા વાળ

દરેક વ્યક્તિને સુંદર ત્વચાની ઈચ્છા હોય છે. ખાસ કરીને યુવતીઓની વાત કરીએ તો તેમના માટે ચેહરા પરના અણગમતા વાળ ગ્રહણ સમાન હોય છે.

New Update
અઠવાડિયામાં 3 વાર ચહેરા પર લગાવો આ માસ્ક, દુર થઈ જશે અણગમતા વાળ

દરેક વ્યક્તિને સુંદર ત્વચાની ઈચ્છા હોય છે. ખાસ કરીને યુવતીઓની વાત કરીએ તો તેમના માટે ચેહરા પરના અણગમતા વાળ ગ્રહણ સમાન હોય છે. ચહેરા પરના અણગમતા વાળ સુંદરતા ઘટાડે છે. ચહેરા પરના વાળથી મુક્તિ મેળવવા માટે મોટાભાગે યુવતીઓ બ્લીચ, ટ્રેડિંગ કે વેક્સિંગ કરાવે છે. પરંતુ આ બધી જ રીતમાં તકલીફ પણ સહન કરવી પડે છે. આ ઉપરાંત વારંવાર તેને કરવાથી ચહેરો ખરાબ પણ થઈ શકે છે. ચહેરા પરના આ અણગમતા વાળને દૂર કરવા માટે તમે ઘરે હેર રિમૂવવલ માસ્ક તૈયાર કરી શકો છો. આ માસ્કનો ઉપયોગ ચહેરા પર કરવાથી ફેશિયલ હેરથી મુક્તિ મેળવી શકાય છે. તો ચાલો તમને જણાવીએ કે ઘરે કેવી રીતે હેર રિમૂવલ માસ્ક તૈયાર કરવું.

Advertisment

એક ચમચી લોટ

એક ચમચી હળદર

એક ચમચી ખાંડ

ગુલાબ જળ જરૂર અનુસાર

સૌથી પહેલા એક બાઉલમાં લોટ અને હળદરને મિક્સ કરો. તેમાં અડધી ચમચી ગુલાબજળ ઉમેરી બધી જ વસ્તુની પેસ્ટ તૈયાર કરો. છેલ્લે તેમાં ખાંડ ઉમેરો. તૈયાર છે હેર રિમૂવલ માસ્ક તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ચહેરાને સાફ કરી લો. હવે તૈયાર કરેલા માસ્ક ને દાઢી, ફોર હેડ અને અપર લિપ્સ પર લગાડો. આ માસ્ક ને બરાબર રીતે સુકાવા દો. માસ્ક સુકાઈ જાય પછી તેને મસાજ કરો અને ધીરે ધીરે કાઢો. માસ્ક કાઢ્યા પછી મોસ્ચ્યુરાઇઝર ક્રીમ લગાડી લેવું. અઠવાડિયામાં ત્રણ વખત આ માસ્કનો ઉપયોગ કરશો તો ધીરે ધીરે ચહેરા પરથી વાળ દૂર થઈ જશે.

Advertisment