રાતે સૂતા સમયે ચહેરા પર લગાવો આ વસ્તુ, ખીલ, ડાઘ થશે દૂર ઇન્સ્ટન્ટ આવશે નિખાર

અંજીર કેલ્સિયમ, ફાઈબર અને મેગ્નેશિયમનો ઉતમ સ્ત્રોત છે. તે સ્વાસ્થ્યને અનેક રોગોથી બચાવે છે.

રાતે સૂતા સમયે ચહેરા પર લગાવો આ વસ્તુ, ખીલ, ડાઘ થશે દૂર ઇન્સ્ટન્ટ આવશે નિખાર
New Update

ચહેરા પર રહેલ ડાઘ તમારી સુંદરતા બગાડવામાં કોઈ કસર નથી છોડતું ખાસ કરી ને જ્યારે પિમ્પલસ હોય ત્યારે ચહેરાની ચમક પણ ગાયબ થઇ જાય છે. અંજીર તમને આ બધી સમસ્યાઓથી રાહત આપવી શકે છે. હા, અંજીર ત્વચાની એટલી જ કાળજી રાખે છે જેટલી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તે ચહેરા પર ગ્લો લાવવાની સાથે સાથે ચહેરાને બેદાગ પણ બનાવે છે. અંજીર પોષક તત્વોનો ભંડાર છે. તેમાં સ્કીન માટે ઘણા ફાયદાકારક પોષક તત્વો આવેલા હોય છે. અંજીર કેલ્સિયમ, ફાઈબર અને મેગ્નેશિયમનો ઉતમ સ્ત્રોત છે. તે સ્વાસ્થ્યને અનેક રોગોથી બચાવે છે. અને ચહેરા પર ચમક લાવે છે. વિટામીન્સ ને કારણે તે ચહેરા માટે વધુ ફાયદાકારક છે.

· ચહેરા પર અંજીર લગાવવાની રીતો:-

1. અંજીર સાથે મધ મિકસ કરીને

સૌ પ્રથમ અંજીરને રાતભર પલાળીને મેશ કરી લો

હવે તેમાં એક ચમચી મધ ઉમેરો.

પછી આંગળીઓની મદદથી સરળતાથી આ પેસ્ટને ચહેરા પર લગાવો.

તે પેસ્ટને તમે ચહેરા પર 5 મિનિટ માટે એમ જ મૂકી દો.

અઠવાડિયામાં બે વખત આવું કરવાથી ચહેરા પર ચમક આવે છે.

2. અંજીર સાથે દહીં મિક્સ કરીને

સૌથી પહેલા અંજીરની પેસ્ટ બનાવો

પછી તેમાં સમાન માત્રામાં દહીં અને મધ ઉમેરો.

રાતે સુતાના 2 કલાક પહેલા તેને ચહેરા પર એપ્લાઇ કરો.

પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો.

આમ કરવાથી ચહેરા પરના તમામ ડાઘ દૂર થઈ જશે.

અઠવાડિયામાં બે વખત આવુ કરવાથી ચહેરા પર નિખાર આવશે. 

#pimples #Remove Pimples #FaceWash #Face Beauty Tips #Face Beauty #ઇન્સ્ટન્ટ નિખાર #Instant Nikhar #How To Remove Pimples #અંજીર
Here are a few more articles:
Read the Next Article