શું તમારી આઇબ્રો પાતળી છે? તો આ તેલથી માલીસ કરો ફટાફટ ગ્રોથ વધી જશે .....

દિવેલ આઇબ્રોને ભરાવદાર કરે છે અને કાળો પણ કરે છે. આમ રોજ દિવેલનું તેલ લગાવવાથી તમારી આઇબ્રોના હેરમાં ગ્રોથ જોવા મળશે.

શું તમારી આઇબ્રો પાતળી છે? તો આ તેલથી માલીસ કરો ફટાફટ ગ્રોથ વધી જશે .....
New Update

પાતળી આઈબ્રો છોકરીઓને ગમતી નથી. પાતળી આઇબ્રોથી ફેસ પણ સારો નથી લાગતો. આમ લુક બોલ્ડ કરવા માટે આઇબ્રો પણ જાડી હોવી જરૂરી છે. આઇબ્રોનો ગ્રોથ સારો હોય તો ફેસ પણ મસ્ત લાગે છે અને તમારી પર્સનાલિટી પણ સારી લાગે છે. તમે મેકઅપ થી તમારો આઇબ્રો ભરાવદાર કરી શકો છો. પણ ફેસ પ્રોપર લાગતો નથી. આમ તમારી આઇબ્રો પાતળી છે તો તમે દિવેલાનું તેલ લગાવીને તમારી આઇબ્રોને ભરાવદાર કરી શકો છો. તો જાણો કેવી રીતે ઉપયોગ કરશો આ દિવેલાના તેલનો......

દિવેલ અનેક પોષકતત્વોથી ભરપૂર હોય છે. દિવેલ આઇબ્રોને ભરાવદાર કરે છે અને કાળો પણ કરે છે. આમ રોજ દિવેલનું તેલ લગાવવાથી તમારી આઇબ્રોના હેરમાં ગ્રોથ જોવા મળશે.

જાણો દિવેલ લગાવતા પહેલા શું કરવું?

1. તમે રાત્રે કે દિવસે ગમે ત્યારે દિવેલ લગાવી શકો છો. દિવેલથી સ્કિનને અનેક ગણો ફાયદો થાય છે. દિવેલ સ્કીન માટે બેસ્ટ સાબિત થાય છે.

2. એક વાતનું ધ્યાન રાખો કે દિવેલને એપ્લાઇ કરતાં પહેલા ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો અને પછી આઇબ્રો પર દિવેલ લગાવો. ખાસ વાતનું ધ્યાન રાખો કે આ સમયે મેકઅપ કરવાનો નથી. મેકઅપ કરવાથી અનેક સાઈડ ઇફેક્ટ થાય છે.

3. તમે દિવેલને રૂ થી પણ આઇબ્રો પર લગાવી શકો છો. જો તમે રૂ થી ના લગાવવા ઇચ્છતા હો તો તમે આંગળીની મદદથી પણ દિવેલ લગાવી શકો છો.

4. દિવેલ તમારે હળવા હાથે લગાડવાનું રહેશે. ખાસ વાત નું ધ્યાન રાખો કે જ્યારે આઇબ્રો પર લગાવો ત્યારે વજન આપવાનું નથી અને હળવા હાથથી મસાજ કરવાનો છે.

5. દિવેલથી મસાજ કરતી વખતે ધ્યાન રાખો કે તે આંખમાં જાય નહીં, ઘણી વાર આંખમાં જવાથી બળતરા થાય છે.

6. આઇબ્રો પર દિવેલ લાગવતી વખતે તમારે દિવેલને ગરમ કરવાનું નથી ઠંડુ દિવેલ જ તમારે આઇબ્રો પર લગાવવાનું રહેશે.

7. જો તમે પ્રેગ્નેંટ છો તો તેવા સમયે પણ આ પ્રયોગ કરવો નહીં.

8. તમને કોઈ એલર્જી થાય છે તો પણ દિવેલનો ઉપયોગ કરવો ટાળવો જોઈએ..  

#GujaratConnect #Gujarati News #Eyebrows #FashionTips #આઇબ્રો #Beaty Tips #દિવેલનું તેલ
Here are a few more articles:
Read the Next Article