Connect Gujarat
ફેશન

શું તમારી ચાંદીની પાયલ કાળી પડી ગઈ છે? તો આ 3 ટિપ્સ અજમાવો, પહેલા જેવી જ ચમક પાછી આવી જશે.....

ભારતમાં સોના ચાંદીનું વધુ વેચાણ જોવા મળે છે. ભારતની મહિલાઓને સોનું અને ચાંદી ખૂબ જ ગમે છે. પરંતુ દરરોજ વપરાતી ચાંદીની વસ્તુઓ અમુક ટાઈમે કાળી પડી જતી હોય છે.

શું તમારી ચાંદીની પાયલ કાળી પડી ગઈ છે? તો આ 3 ટિપ્સ અજમાવો, પહેલા જેવી જ ચમક પાછી આવી જશે.....
X

ભારતમાં સોના ચાંદીનું વધુ વેચાણ જોવા મળે છે. ભારતની મહિલાઓને સોનું અને ચાંદી ખૂબ જ ગમે છે. પરંતુ દરરોજ વપરાતી ચાંદીની વસ્તુઓ અમુક ટાઈમે કાળી પડી જતી હોય છે. પરિણીત મહિલાઓ હોય કે અપરિણીત પાયલ સૌ કોઇની ફેવરિટ હોય છે. પરંતુ આ પાયલ વારંવાર પાણીના સંપર્કમાં આવવાથી કાળી પડી જતી હોય છે. તો આજે અમે તમને એવી ટિપ્સ વિષે જણાવીશું કે તમે કેવી રીતે ચાંદીની પાયલને પહેલા જેવી જ ચમકદાર બનાવી શકો છો.

વિનેગારથી સાફ કરો

ચાંદીની પાયલને વિનેગારથી સરળતાથી તમે સાફ કરી શકો છો. આ માટે સૌથી પહેલા એક વાસણમાં પાણી ગરમ કરો. પછી તેમાં 3 ચમચી વિનેગાર નાખો. આ સાથે તમારે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરવો પડશે. આ માટે પાણીમાં 2 ચમચી બેકિંગ સોડા નાખો. હવે આ દ્રાવણમાં ચાંદીની પાયલને 2 થી 3 કાલ્ક સુધી પલાળી રાખો. પછી તેને બહાર કાઢી ઠંડા પાણીથી ધોઈ નાખો અને સૂકવી દો. આમ કરવાથી તમારી ચાંદીની પાયલ એકદમ સરસ નવા જેવી જ બની જશે.

લીંબુનો રસ

તમે લીંબુના રસ પણ ઉપયોગ તમારી સુંદર મજાની પાયલને સાફ કરવા કરી શકો છો. આ માટે એક બાઉલમાં થોડું ગરમ પાણી લો. તેમાં ઓછામાં ઓછા 3 ચમચી મીઠું નાખો. હવે તેમાં એક લીંબુ નિચોવી નાખો. અને આ પાણીમાં પાયલને બોળી દો. થોડી વાર પાણીમાં રાખ્યા પછી તમે પાયલ જોશો તો એકદમ નવા જેવી જ જોવા મળશે.

ફોઈલ પેપર

તમારી ચાંદીની પાયલને નવા જેવી ચમકાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં ફોઈલ પેપર ફેલાવો. હવે તેમાં 3 ગ્લાસ પાણી ઉમેરો. અને એક ચમચી મીઠું નાખો. પછી આ પાણી ઊકળે ત્યાં સુધી તેને ગરમ થવા દો. પાણી ગરમ થાય પછી તેમાં ચાંદીની પાયલ નાખીને 2 મિનિટ માટે તેમાં રહેવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને પાયલને પાણીમાંથી બહાર કાઢો. તેનાથી ચાંદીની ચમક પાછી આવશે.

Next Story