શું તમારા દાંત પીળા પડી ગયા છે? તો અજમાવો આ 5 ટિપ્સ, દાંત મોટી જેવા ચમકવા લાગશે.....

પીળા દાંત તમારી પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરે છે. પીળા દાંતને ચમકાવવા માટે લોકો અનેક પ્રકારના અવનવા પ્રયોગો કરતાં હોય છે

શું તમારા દાંત પીળા પડી ગયા છે? તો અજમાવો આ 5 ટિપ્સ, દાંત મોટી જેવા ચમકવા લાગશે.....
New Update

પીળા દાંત તમારી પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરે છે. પીળા દાંતને ચમકાવવા માટે લોકો અનેક પ્રકારના અવનવા પ્રયોગો કરતાં હોય છે અને જાતજાતની ટ્રીટમેન્ટો અજમાવતા હોય છે. પરંતુ આજ અમે તમને એવિ ઘરેલુ ટિપ્સ જણાવીશું જેનાથી તમારા દાંત એકદમ ચમકવા લાગશે.

ફળોની છાલ

· તમે ખાટા ફળો જેવા કે સંતરા, લીંબુ અને કેળાની છથી દાંત સાફ કરો. આનાથી તમારા દાંતની પીળાશ દૂર થાય છે. આ માટે તમે કોઈ પણ ફ્રૂટની છાલ લઈ શકો છો અને તેને દાંત પર ઘસો. તમે દરરોજ આ ઉપાય કરો છો તો તમારા દાંતની પીળાશ દૂર થઈ જાય છે અને દાંત મોતીની માફક ચમકવા લાગે છે. દાંત પરની પીળાશ દૂર કરવા માટે આ બેસ્ટ ઉપાય છે.

લીમડો

· દાંત પરથી પીળાશ દૂર કરવા માટે તમે લીમડાનો ઉપયોગ કરી શકો છો. લીમડાની પેસ્ટથી તમે દાંત પરની પીળાશ કાઢી શકો છો. આ માટે તમે લીમડાનું દાંતણ પણ કરી શકો છો. લીમડાનું દાંતણ કરવાથી દાંત સફેદ થાય છે. આ સાથે તમે રેગ્યુલર લીમડાનું દાંતણ કરો છો તો દાંતમાં સડો, દુખાવા જેવી સમસ્યા પણ ઓછી થાય છે. તમે લીમડાની પેસ્ટ કાઢીને બ્રશમાં લગાવીને બ્રશ કરો છો તો દાંત પરની પીળાશ દૂર થાય છે. લીમડાની પેસ્ટથી દાંતને લગતી અનેક તકલીફો દૂર થાય છે.

ઓઇલ પુલિંગ

· દાંત પરથી પીળાશ દૂર કરવા માટે તમે ઓઇલ પુલિંગ પણ એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમે એક ચમચી નારિયેળ તેલ અથવા તલનું તેલ લો. અને મોમાં ભરી લો. પછી દસથી પંદર મિનિટ બાદ મોંમાં અંદર ફેરવો. પછી ચોખ્ખા પાણીથી માઉથ વોશ કરી લો. આમ કરવાથી દાંત ની પીળાશ દૂર થશે અને દાંત ચોખા થઈ જશે.

મીઠું અને સરસિયાનું તેલ

· દાંત પરની પીળાશ દૂર કરવા માટે મીઠું અને સરસિયાનું તેલ કાઢી તેને દાંત પર ઘસો. આ મીઠું અને તેલને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી તેને આંગળીની મદદથી દાંત પર ઘસો. આમ કરવાથી દાંત પરની પીળાશ નીકળી જશે.

બેકિંગ સોડા

· પીળા દાંતને મોટી જેવા ચમકાવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડાથી પીળા દાંત સફેદ થઈ જાય છે. બેકિંગ સોડામાં તમે લીંબુનો રસ નાખીને મિક્સ કરો. પછી આ મિશ્રણને બ્રશની મદદથી લગાવો અને બે મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ ચોખ્ખા પાણીથી કોગળા કરી નાખો આમ કરવાથી તમારા દાંત સફેદ થઈ જશે.

#India #Connect Gujarat #BeyondJustNews #teeth #Yellow #Peoples #shine #teeth yellow #5 tips
Here are a few more articles:
Read the Next Article