Connect Gujarat
ફેશન

લીંબુ ખાવાના ઉપયોગ સાથે સાથે વાળને પણ કરે છે સિલ્કી અને મુલાયમ, હેરને બનાવશે એકદમ હેલ્ધી...... જાણો તેના ફાયદા

લીંબુ ખાવાના ઉપયોગ સાથે સાથે વાળને પણ કરે છે સિલ્કી અને મુલાયમ, હેરને બનાવશે એકદમ હેલ્ધી...... જાણો તેના ફાયદા
X

બ્યુટીમાં લીંબુ મહત્વનો ભાગ ભજવે છે એ પછી હેર હોય કે સ્કીન. હેર અને સ્કેલ્પના સ્વાસ્થ્યને જાળવવાનું કામ લીંબુ કરે છે. લીંબુ વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા તત્વોથી ભરપૂર હોય છે. વાળ તૂટી રહ્યા હોય,ગ્રોથ ઘટી ગયો હોય કે ડેંડ્રફ જેવી સમસ્યામાં લીંબુ ફાયદાકારક છે. લીંબુનો રસ સ્કેલ્પમાં કોલેજનને બુસ્ટ કરવામાં મદદ કરે છે. તેનાથી ગ્રોથ ઝડપથી વધે છે. લીંબુના રસના નીચે દર્શાવેલ વસ્તુઓ મિકસ કરીને વાળમાં લગાવવાથી ફાયદો થાય છે. લીંબુના રસમાં એટલા જ પ્રમાણમાં પાણી ઉમેરી તેમાં એટલા જ પ્રમાણમા પાણી મિક્સ કરો. હવે પાંચ મિનિટ માટે સ્કેલ્પમાં મસાજ કરો. મસાજ કર્યા બાદ 10 મિનિટ પછી વાળને ધોઈ નાખો.

લીંબુ અને મહેંદી

મહેંદી પવાદરમાં એક ચમચી દહીં મિક્સ કરો. હવે તેમાં એક કપ ગરમ પાણી મિકસ કરો. ઘટ્ટ પેસ્ટ બન્યા પછી તેને વાળમાં લગાવો. વાળમાં ઓછામાં ઓછું બે કલાક સુધી રહેવા દો. પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લો. આ પેસ્ટથી હેર મુલાયમ બનશે અને હેર ગ્રોથમાં વધારો થશે.

નારિયેળ પાણી અને લીંબુ

એંટીઓક્સિડેંટથી ભરપૂર નારિયેળ પાણી વાળ માટે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. તે વાળને ઓક્સિડેટિવ ડેમેજથી બચાવે છે. એક મોટો ચમચો લીંબો નો રસ લો તેમાં એક મોટો ચમચો નારીયેળનું પાણી મિક્સ કરો. આ મિશ્રણને સ્કેલ્પમાં સારી રીતે લગાવો. પછી બરાબર મસાજ કરો અને તેને 20 મિનિટ સુધી રાખી શેમ્પુથી હેર વોશ કરી નાખો.

ઓલિવ ઓઇલ અને લીંબુ

ઓલિવ ઓઇલથી વાળનો ગ્રોથ વધે છે અને તૂટતાં વાળનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે. તેનાથી વાળમાં ચમક આવે છે. સૌથી પહેલા બે મોટા ચમચા ઓલિવ ઓઇલ લો. તેમાં એક ચમચી દિવેલનું તેલ ઉમેરો. અને બે ટીપાં લેમન એસેન્શિયલ ઓઇલ ઉમેરો. હવે આ બધી સામગ્રીને મિક્સ કરો. હવે તેને નવશેકું ગરમ કરો. હવે 15 મિનિટ વાળમાં મસાજ કરી એમ જ રહેવા દો. 20 મિનિટ પછી વાળને શેમ્પુથી ધોઈ નાખો. વીકમાં 2 થી 3 વખત આ ઉપાઈ અજમાવી શકો છો.

Next Story