Connect Gujarat
ફેશન

વાળમાં કંડિશનરનો ઉપયોગ કેમ અને કઈ રીતે કરવો જોઈએ? ચાલો જાણીએ......

વાળમાં કંડિશનરનો ઉપયોગ કેમ અને કઈ રીતે કરવો જોઈએ? ચાલો જાણીએ......
X

કંડિશનરએ એક એવી પ્રોડક્ટ છે જેના વિષે આજે પણ આપણે બધા શંકાસ્પદ હોયે છીએ. આજના સમયમાં લગભગ બધા જ લોકો કંડિશનરનો ઉપયોગ કરતાં જ હોય છે. પરંતુ આજે આપણને તેને સરખી રીતે જાણીએ, અને તેની હેર કેર રૂટિનની અંદર શું સમસ્યા છે તેના વિષે જાણીએ.

શા માટે કંડિશનરનો ઉપયોગ કરવો જોઈએ...

કંડિશનર તમારા વાળમાં રહેલા ભેજને જાળવી રાખે છે. આ સાથે જ તે વાળને સાફ કરવાની નિયમિતતા પૂર્ણ કરે છે. વાળને તેના કુદરતી તેલથી બંધ કરે છે અને વાળને નુકશાન થતું અટકાવે છે. આ સિવાય કંડિશનર તમારા વાળને દેખાવને પણ સુધરે છે. અને તેથી જ વાળ તોડવાનું અટકાવે છે. તે તમારા વાળના ગ્રોથને ઝડપી અને સરળ બનાવે છે.

કેટલી વખત વાળને કંડિશનર કરવા જોઈએ.....

વાળને સામાન્ય રીતે શેમ્પૂ કર્યા પછી કંડિશનિંગ કરવા જોઈએ. શેમ્પૂ પછી કંડિશનર કરવાથી તમારા વાળ એકદમ સિલ્કી બને છે અને તમારા વાળને અઠવાડિયામાં 2 કે 3 વખત કંડિશનિંગ કરવા જોઈએ.

આટલી ખાસ કાળજી રાખો....

તમારા વાળને સુવાળા અને મેનેજેબલ બનાવવા માટે કન્ડિશન કરવા ખૂબ જ જરૂરી છે. પરંતુ તેની અંદર પણ અમુક પ્રકારનું રિસ્ક જોડાયેલ હોય છે. જે કંડિશનરમાં સિલિકોનનું પ્રમાણ વધુ હોય તેની અસર તમારા વાળ પર ઊંઘી થાય છે. આનાથી તમને હેર ડેમેજ થઈ શકે છે તેથી જ તેની ખાસ કાળજી રાખવી,

બીજી વાત ક્યારેય તમારા વાળના રુટ પર કંડિશનરનો ઉપયોગ ના કરવો, તે તમારા વાળના રુટને ખરાબ કરી શકે છે. હંમેશા કંડિશનર તમારા વાળના મધ્યથી શરૂ કરીને અંત સુધી લગાવો. અને તેને 2 મિનિટ કરતાં વધુ રાખવું જોઈએ નહીં. જો તમે તમારા વાળમાં કલર કરાવેલો છે તો રંગીન વાળ માટે તમારે યોગ્ય કંડિશનરનો ઉપયોગ કરવો જોઈએ.

Next Story