રાત્રે સૂતા પહેલા કરી લો આ એક કામ, 7 જ દિવસમાં ત્વચાની વધી જશે રંગત

દિવસભર તમે વ્યસ્ત રહેતા હોવાથી દિવસે ત્વચાની સંભાળ રાખવી મુશ્કેલ છે. રાત્રે સૂતા પહેલાં તમે ચહેરા પર કેટલીક વસ્તુઓ લગાવી શકો છો.

New Update
રાત્રે સૂતા પહેલા કરી લો આ એક કામ, 7 જ દિવસમાં ત્વચાની વધી જશે રંગત

દિવસભર તમે વ્યસ્ત રહેતા હોવાથી દિવસે ત્વચાની સંભાળ રાખવી મુશ્કેલ છે. રાત્રે સૂતા પહેલાં તમે ચહેરા પર કેટલીક વસ્તુઓ લગાવી શકો છો. આ વસ્તુઓમાં એન્ટીઓકિસડન્ટ્સનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી થતા ફાયદા જોવા માટે તમારે વધારે દિવસ રાહ પણ નથી જોવાની. તેની અસર તુરંત દેખાય છે.

ગ્રીન ટી

ગ્રીન ટીના ઘણા ફાયદા છે એ તમારી ચરબી પણ ઓછી કરે છે સાથે સાથે ચહેરા માટે પણ ઘણી જ ફાયદાકારક છે તેને કોટનથી ચહેરા પર લગાવો. થોડા સમય પછી તેને ધોઈ લો. તેનાથી ત્વચાનો ગ્લો વધે છે.ગ્રીન ટી બેગનો ઉપયોગ તંદુરસ્ત વાળ માટે પણ થઈ શકે છે ગ્રીન ટી પીવાથી વાળ ખરતા બંધ તાય છે અને વાળનો ગ્રોથ પણ વધે છે

બેસન

ચણાના લોટમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી બ્લેકહેડ દૂર થાય છે. તેને ચહેરા પર લગાવવાથી ત્વચાનો ગ્લો વધે છે. તમે ક્રીમમાં ચણાનો લોટ મિક્સ કરો અને તેને શરીર પર લગાવો અને પછી સાબુ વગર સ્નાન કરો. ફિલ્મ જગતની ઘણી બધી અભિનેત્રીઓ પણ આ ઘરગથ્થૂ ઉપચાર અપનાવે છે.

કાકડીનો રસ

તેમાં લીંબુનો રસ મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી કરચલીઓ દુર થાય છે.ત્વચા નરમ હોય છે એટલે કાકડીનો રસ તેમા નિખાર લાવવામાં મદદરુપ થાય છે તો એલોવેરાના રસમાં તેને મિક્સ કરવાથી પણ ફાયદો થાય છે.

કાચુ દૂધ

કાચુ દૂધ મૃત ત્વચાને દૂર કરે છે ચહેરા પર ગલો રાખવા માટે રાત્રે સુતા પહેલા કરો કાચા દુધનો ઉપયોગ. કાચુ દુધ ચહેરા પર થતી કરચલીઓ રોકે છે અને ત્વચાને ઠંડક પહોચાડે છે જો તમારા ચહેરા પર ફોલ્લીઓ છે તો પણ કાચુ દુધ લગાવો જેનાથી ફોલ્લીઓથી પરેશાન નહિ થવુ પડે.

એલોવેરાનો રસ

ઘણા લોકોની ત્વચા ખુબ ડ્રાય હોય છે જેના માટે એલોવેરાનું જેલ છે ખુબ લાભદાઈ... તેને 'રુ'ની મદદથી ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમત વધે છે આ દરેક સીઝનમાં ત્વચા માટે ફાયદાકારક છે.

ગુલાબજળ

ગુલાબજળ ચહેરા પર લગાવવાથી ત્વચાની નરમતા વધે છે. જેમની ત્વચા ખરબચડી છે,તેઓ ગુલાબજળને ક્રીમમાં લગાવવાથી પણ ફાયદો થશે.

બટાકાનો રસ

બટાકાનો રસ ત્વચા માટે છે અક્સીર બટાકાનો રસ કાઢી તેને રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવો તે ચહેરા પર સોનેરી ગ્લો લાવવામાં મદદરુપ થશે. જો સમય ઓછો હોય તમને બટાકાનો રસ કાઢવાનો સમય ન મળે તો તમે ,તો તમે આલુના ટુકડા પણ વાપરી શકો છો.

નાળિયેર તેલ

ચહેરા પર માલિશ કરવાથી કરચલીઓ દૂર થાય છે. ત્વચાની સોફ્ટનેસ વધારવા માટે નાળિયેર તેલ ખૂબ ફાયદાકારક છે. નહાતા પહેલાં નાળિયેર અથવા સરસવનું તેલ નાભિમાં લગાવો જે ત્વચા માટે ખુબજ ફાયદાકારક છે.

મધ

લીંબુનો રસ ચહેરા પર લગાવવાથી તે બ્લીચિંગનુ કામ કરે છે તે ખુબજ ફાયદા કારક છે પણ જો લીંબુના રસમાં થોડુ મધ ઉમેરી દો તો તેના ફાયદા ડબલ થઈ જાય છે. લીંબુનો રસ મધ સાથે મેળવીને ચહેરા પર લગાવવાથી ફોલ્લીઓ દૂર થાય છે.અને ચહેરાની ચમક વધે છે.સાથે જો ચણાનો લોટ અને મધનો ઉપયો પણ અક્સીર છે જે ત્વચાને સ્વસ્થ રાખે છે અને ચમકદાર બનાવે છે. 

Latest Stories