/connect-gujarat/media/post_banners/2c5b192bd800c97f208a42c9f0c880102ac779deb8b345fa32b8cf57de1acb2b.webp)
સતત બદલાતી ઋતુની સાથે આપણે પણ બદલાતું રહેવું પડે છે. બદલાતી ઋતુની વાળ અને ત્વચા પર જલ્દીથી અસર થાય છે. ચોમાસામાં ભેજવાળા વાતવારણના કારણે, ઉનાળામાં પરસેવાના કારણે અને શિયાળામાં ઠંડકના શરીરને વિવિધ ભાગોની યોગ્ય માવજત જરૂરી બને છે. હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને તેની સીધી અસર વાળ પર પણ જોવા મળે છે. અત્યારે ખોરાક અને પાણીના કારણે વાળ ખરવાની, રુક્ષ થવાની અને ગ્રે થવાની સમસ્યા લગભગ તમામ વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમારે કેટલીક બાબતોની કાળજી રાખવી પડશે.
1. સૌ પ્રથમ તો વાળને સવાર સાંજ કુમળો તડકો મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
2. સામાન્ય આદત પ્રમાણે યુવતીઓ વાળની ગૂંચ ઉપરથી કાઢે છે. પરંતુ ગૂંચ પહેલા નીચેથી કાઢવી , ત્યાર બાદ ઉપરથી કાઢવી, જેથી કરીને વાળ ઓછા તૂટે.
3. વાળ ધોવા માટે ઠંડુ પાણી અથવા તો નવશેકા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. અતિશય ગરમ પાણી વાળને નુકશાન કરે છે.
4. વાળ ધોવા માટે આયુર્વેદિક શેમ્પુનો ઉપયોગ કરશો તો વાળ વધુ સારા રહેશે. હેરક્રિમ, હેરકલર, હેરલોશન, હેરડાઇ જેવા દ્ર્વ્યોથી લાંબા ગળે વાળને નુકશાન થાય છે.
ઘણા બીજા પરિબળો પણ વાળને અસર કરે છે.
મહિલાઓની તણાવ ભરી જીવનશૈલી, પ્રદૂષણ, અને બીજા ઘણા બધા પરિબળો છે જે વાળને નુકશાન કરે છે. જેથી ખરાબ થઈ ગયેલા વાળને સુવાળા અને મુલાયમ બનાવવા હેર-સ્પા ટ્રીટમેન્ટ લઈ શકો છો. આ ટ્રીટમેન્ટમાં માત્ર 50 થી 60 મિનિટ જેટલો જ સમય લાગે છે. આ ટ્રીટમેન્ટથી તમારા વાળને મૂળ માંથી પોષણ મળશે. જેથી વાળ રી-ગ્રોથ નું પ્રમાણ વધશે.
· માથામાં નાખવા તલ કે કોપરેલનું તેલ વાપરો
જો તમે વાળ ધોઈને તેલ નાખતા હોવ તો કાળજી રાખો કે વાળ એકદમ સુકાય જાય પછી જ તેલ નાખવું. જો તમે રોજ ઓફિસ જાવ છો અને તેલ ના નાખી શકતા હોવ તો રાત્રે તેલ નાખી લો અને સવારે વાળ ધોઈ નાખો. આથી આખી રાત દરમિયાન તેલ વાળને પોષણ પૂરું પાડશે. જેને શિયાળામાં શરદી રહેતી હોય તેને ઠંડા તેલ જેવા કે આંબળા, દૂધી કે બ્રાહ્મી તેલનો ઉપયોગ ટાળવો. તેમણે તલનું તેલ, કોપરેલ તેલ અથવા તો ભૃંગરાજ નું તેલ નાખવું.