ચહેરા પર ફોલ્લીઓ થવાના ઘણા કારણો છે,હોર્મોનલ ફેરફારો, પિમ્પલ્સ, પ્રદૂષણ વગેરે. આ ફોલ્લીઓ ચહેરાની સુંદરતાને ઘટાડે છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો ઘણા પ્રકારના લોશન, ક્રીમ, ફેસ વોશનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમે નેચરલ નુસખા અપનાવીને પણ ચહેરાના ડાઘ ઘટાડી શકો છો. આવા ઘણા કુદરતી તેલ છે, જેની મદદથી તમે ત્વચા પરના દાગ-ધબ્બા ઘટાડી શકાય છે.
1. નાળિયેર તેલ :-
નારિયેળ તેલમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેના નિયમિત ઉપયોગથી તમે ચહેરાના ડાઘ દૂર કરી શકો છો. આ માટે નારિયેળના તેલમાં લીંબુનો રસ મિક્સ કરો, પછી હળવા હાથે ત્વચા પર મસાજ કરો.
2. ઓલિવ તેલ :-
ઓલિવ ઓઈલમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ ગુણ ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. આના ઉપયોગથી ચહેરાના ડાઘ દૂર થઈ શકે છે. તમે તેને તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં સામેલ કરી શકો છો.
3. સરસવનું તેલ :-
ડાઘ દૂર કરવામાં સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક છે. આ તેલથી તમે રોજ હળવા હાથે તમારા ચહેરાની મસાજ કરી શકો છો, થોડા સમય પછી તેને પાણીથી ધોઈ શકો છો.
4. લવિંગ તેલ :-
લવિંગના તેલમાં આયર્ન, વિટામિન-એ, વિટામિન-સી, પોટેશિયમ અને અન્ય ઘણા ગુણો હોય છે, જે ત્વચા માટે ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટિસેપ્ટિક ગુણ ત્વચાને સુધારવામાં મદદરૂપ થાય છે. તમે દરરોજ રાત્રે સૂતા પહેલા લવિંગના તેલથી તમારા ચહેરાની માલિશ કરી શકો છો.
5. જોજોબા તેલ :-
જોજોબા તેલમાં વિટામીન-એ, વિટામીન-ઈ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે, જે ત્વચાના ડાઘ દૂર કરવામાં મદદરૂપ છે. તે ત્વચામાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે.
પરંતુ આ તેલ વપરાતા પહેલા કોઈ એલર્જી કે ત્વચા સંબધિત તેલ વપરાતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ...