ચહેરા પર કરચલીઓ પડી ગઈ છે, તો અપનાવો આ સરળ રીત.....

ગરમીના કારણે ત્વચા માંથી પરસેવો નીકળે છે તેથી જ તો મોઢા પર ખીલ થાય છે. તેનાથી રાહત મેળવવા માટે તમે બરફ લગાવી શકો છો.

New Update
ચહેરા પર કરચલીઓ પડી ગઈ છે, તો અપનાવો આ સરળ રીત.....

તમે ઘણા સેલેબ્સ ને જોયા હશે જેના મોઢા પર એક પણ પ્રકારની કરચલીઓ જોવા મળતી નથી. તમે ઘણા લોકોને ત્વચા પર બરફ ઘસતા પણ જોયા હશે. આ સેલેબ્સ પોતાની ત્વચાને ટાઈટ રાખવા માટે ત્વચા પર બરફ ઘસતા હોય છે. બરફ ટેનિંગ પણ દૂર કરે છે. તમે પણ તમારા ચહેરા ને કરચલી રહિત કરવા માટે બરફનો ઉપયોગ કરી શકો છો.

ત્વચા પર બરફ લગાવવાથી ઠંડક મળે છે. ગરમીના કારણે ત્વચા માંથી પરસેવો નીકળે છે તેથી જ તો મોઢા પર ખીલ થાય છે. તેનાથી રાહત મેળવવા માટે તમે બરફ લગાવી શકો છો. જેનાથી ત્વચાને ગરમીથી રાહત મળે છે અને ચમક પણ આવે છે. ઉનાળામાં ટેનિંગ સૌથી સામાન્ય સમસ્યા છે. ટેનિંગથી છુટકારો મેળવવો હોય તો ઉનાળાની ઋતુમાં બરફ લગાવો. એક સુતરાઉ કાપડમાં બરફનો ટુકડો બાંધી તેને હળવા હાથે ચહેરા પર મસાજ કરો. દરરોજ ચહેરા પર બરફ લગાવવાથી ત્વચાને ફાયદો થશે. બરફને સીધો જ ચહેરા પરના લગાવો, કપડામાં બાંધીને કે બરફ બેગનો ઉપયોગ કરીને જ બરફને ચહેરા પર લગાવો. 

Latest Stories