Connect Gujarat
ફેશન

સ્ટાઇલિસ લુક આપવા માટે ટ્રાઈ કરો અલગ અલગ પેટર્નના સ્કર્ટ, આપશે હોટ લુક....

સ્ટાઇલિસ લુક આપવા માટે ટ્રાઈ કરો અલગ અલગ પેટર્નના સ્કર્ટ, આપશે હોટ લુક....
X

મહિલાઓના વોર્ડરોબમાં સ્કર્ટે સ્થાન લઈ લીધું છે. જે અનેક અવસરો પર લૂકને ખાસ બનાવે છે. સ્કર્ટને પાર્ટીથી લઈને કેઝ્યુયલ બધા જ લૂકમાં સરળતાથી પહેરી શકાય છે. સ્કર્ટ તમને નવો લુક ક્રિએટ કરવામાં મદદ કરશે. આજે આપણે અલગ અલગ પ્રકારના સ્કર્ટ વિષે વાત કરીશું..

બ્રૂમસ્ટિક સ્કર્ટ

આ સ્કર્ટ 80 થી 90 ના દાયકામાં વધુ ફેમસ હતા. એક્ટ્રેસથી માંડીને કોલેજ ગોઇંગ ગર્લ્સ બ્રૂમસ્ટિક સ્કર્ટ પહેરતી હતી. હવે ધીરે ધીરે સ્કર્ટનું ચલણ પાછું આવી ગયું છે. આને તમે કોઈ પણ ક્રોપ ટોપની સાથે પેર કરી શકો છો. જે તમને સિમ્પલ અને એલીગ્નટ લુક આપશે.

ટ્યુલ સ્કર્ટ

કોઈ પાર્ટી કે ફંકશનમાં જવાનું હોય અને કઈક હટકે પહેરવાની ઈચ્છા હોય તો ટ્યુલ સ્કર્ટ ઉત્તમ ઓપ્સન છે. એ તમને ફેમિનીન અને બ્યુટીફુલ લુક આપશે. ટ્યુલ સ્કર્ટ હેવી અને ફુલેલું હોય છે. તેથી તેની સાથે સિમ્પલ ટોપ જ કેરી કરો. જેથી તમારો ઓવરઓલ લુક એટ્રેક્ટિવ લાગે, જે યુવતીઓ સ્લિમ અને ટ્રીમ છે તેના પર આ લુક વધુ આકર્ષક લાગે છે.

ટી લેન્થ સ્કર્ટ

ટી લેન્થ સ્કર્ટ સામાન્ય રીતે ફૂલ લેન્થ સ્કર્ટ નથી હોતું. તે ઘૂંટણથી નીચે પરંતુ એંકલથી ઉપર સુધીનું હોય છે. આમ જોવા જઇએ તો તમને એ લાઇન સ્કર્ટથી માંડીને રફ્લ્સ સ્કર્ટ સુધીનો ઓપ્શન મળશે. આ સ્કર્ટ એકદમ સિમ્પલ છે. તેમાં તમે સુંદર લાગશો. રૂટીનમાં અથવા ડેટ પર જાવ ત્યારે આ પ્રકારના સ્કર્ટ પર પસંદગી ઉતારી શકો છો.

પ્લીટેડ સ્કર્ટ

ઘણી યુવતીઓને પ્લીટેડ સ્કર્ટને સ્ટાઇલિંગ કરવાનું મુશ્કેલ લાગે છે. પરંતુ તેને કેરી કરવું ખૂબ જ સરળ છે. તેમાં કેઝ્યુયલ આઉટિંગ માટે પ્લીટેડ સ્કર્ટ કોઈ લૂઝ ટેન્ક ટોપની સાથે પેર કરીને પહેરી શકાય છે. જે તમને કુલ લૂક આપશે. જો હોટ લુક જોઈતો હોય તો પ્લીટેડ સ્કર્ટની સાથે ક્રોપ ટોપ કેરી કરો.

સ્કેટર સ્કર્ટ

ફિલ્મોમાં મોટા ભાગની એક્ટ્રેસ આ પ્રકારના સ્કર્ટ કેરી કરતી હોય છે. આ ક્રોપ ટોપની સાથે હોટ લુક આપે છે. જો તમે કોઈ ફંક્શનમાં જઇ રહ્યા હોય તો આ સ્કર્ટને ટ્રાઈ કરી શકો છો. આ ઉપરાંત સ્કેટર સ્કર્ટની સાથે ગ્લેમરસ ટોપ અથવા લેધર જેકેટ પહેરો. પાર્ટીમાં તમે જ છવાયેલા રહેશો.

બોલ ગાઉન સ્કર્ટ

કોઈ પણ પાર્ટી કે ફંકશનમાં બોલ ગાઉન સ્કર્ટ ઓપશનમાં છે. આ સ્કર્ટ કમરની નીચેથી બહાર નીકળે છે અને પગ સુધી જાય છે. આ સ્કર્ટ અત્યારે ટ્રેન્ડમાં છે.

Next Story