ચહેરા પર જામેલી ધૂળને દૂર કરવા હોમમેડ ક્રીમ ફેસ પર લગાવો, માત્ર 2 સ્ટેપ્સમાં ઘરે બની જશે…

New Update
ચહેરા પર જામેલી ધૂળને દૂર કરવા હોમમેડ ક્રીમ ફેસ પર લગાવો, માત્ર 2 સ્ટેપ્સમાં ઘરે બની જશે…

ચહેરા પરની સ્કિનને ગ્લોઇંગ બનાવવા માટે માર્કેટમાં જાતજાતની ક્રીમ મળે છે. પરંતુ તમને જણાવી દઇએ કે માર્કેટમાં મળતી ક્રીમ તમારી સ્કિનને લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે. આ માટે હંમેશા હોમમેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો. હોમમેડ પ્રોડક્ટસથી તમારી સ્કિનને કોઇ સાઇડ ઇફેક્ટ્સ થતી નથી. આમ, વાત કરવામાં આવે તો બહારના પોલ્યુશનને કારણે સ્કિન પર ધૂળ જામી જતી હોય છે. આ ડસ્ટને દૂર કરીને ચહેરા પર મસ્ત ગ્લો લાવવા માટે આ હોમમેડ ક્રીમ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ ક્રીમથી મસ્ત ગ્લો આવશે અને ચહેરો ખીલી ઉઠશે.

કોફીમાંથી ક્રીમ બનાવો

કોફી અને દૂધની મદદથી તમે મસ્ત હોમમેડ ક્રીમ બનાવી શકો છો. આ ક્રીમ બનાવવા માટે કોઇ પણ એક બાઉલમાં એક ચમચી કોફી પાવડર લો. પછી આ પાવડરમાં કાચુ દૂધ મિક્સ કરો. પાતળી પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો અને 2 મિનિટ માટે મસાજ કરો. ત્યારબાદ 15 થી 20 મિનિટ રહીને સ્કિનને પાણીથી ધોઇ લો. આ ક્રીમ ચહેરા પરની ડસ્ટ દૂર કરીને ચોખ્ખો બનાવે છે. આ ક્રીમ તમારા ફેસ પર નેચરલ ગ્લો લાવવાનું કામ કરે છે.

ઓઇલી સ્કિન માટે આ રીતે ક્રીમ બનાવો

તમારી સ્કિન બહુ ઓઇલી છે તો તમે દૂધની જગ્યાએ ગુલાબ જળનો ઉપયોગ કરો. આ બન્ને વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો. ત્યારબાદ 2 મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. પછી 20 થી 25 મિનિટ રહીને ચોખ્ખા પાણીથી ચહેરો ધોઇ લો. આ ક્રીમથી ફેસ પરનું એકસ્ટ્રા ઓઇલ દૂર થઇ જશે અને સ્કિન મસ્ત ગ્લો કરશે.

જાણો આ ક્રીમ લગાવવાના ફાયદા

આ ક્રીમ લગાવવાથી સ્કિન મસ્ત થાય છે. આ ક્રીમ તમારી સ્કિનને ડિપ ક્લિન કરવાનું કામ કરે છે. આ ક્રીમ તમે રોજ રાત્રે ઊંઘતા પહેલા પણ લગાવી શકો છો. આ ક્રીમમાં કોફી અને દૂધનો ઉપયોગ થાય છે જે સ્કિનને ક્લિન કરીને ગ્લો લાવવાનું કામ કરે છે.

Latest Stories