શિયાળામાં ઓફિસમાં રહેવું છે એકદમ સ્ટાઇલિસ તો તમારા વોર્ડરોબમાં સામેલ કરો આ વસ્તુઓ, આપશે યુનિક લુક......

શિયાળાની સિઝનમાં પોતાને સ્ટાઈલ કરવાનું કામ ચેલેંજિંગ હોય છે. કારણ કે સૌથી વધુ એ ટેન્શન હોય છે

શિયાળામાં ઓફિસમાં રહેવું છે એકદમ સ્ટાઇલિસ તો તમારા વોર્ડરોબમાં સામેલ કરો આ વસ્તુઓ, આપશે યુનિક લુક......
New Update

શિયાળાની સિઝનમાં પોતાને સ્ટાઈલ કરવાનું કામ ચેલેંજિંગ હોય છે. કારણ કે સૌથી વધુ એ ટેન્શન હોય છે કે હેવી કપડામાં સ્ટાઇલિસ કેવી રીતે લાગવું. ઓફિસની વાત કરીએ તો વધારે કન્ફયુંઝન રહે છે કે રોજ શું પહેરીને ઓફિસ જવું. તો આજે તમને જણાવીશું એવી સ્ટાઇલિસ વસ્તુઓ કે જેને તમે પહેરીને સ્ટાઈલીસ લાગી શકો છો.

શ્રગ

શિયાળાની હવે ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. સવારે અને સાંજે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ સમયે તમારે તમારા વોર્ડરોબમાં બ્લેક અને બ્રાઉન કલરના ડાર્ક શ્રગને સ્થાન આપવું જોઈએ. જેને તમે કોઈ પણ જીન્સ ટોપ કે કુરતી સાથે વિયર કરી શકો છો.

હુડીથી મળશે સ્ટાઈલ

શિયાળામાં વોર્ડરોબમાં કેટલીક લાઇટ તો કેટલીક હેવી હુડી સામેલ કરો. તેને તમે ઓફિસથી લઈને દોસ્તોની સાથે ફરવા જવામાં પણ સામેલ કરી શકો છો. જે તમને સ્ટાઇલિશ લુક આપશે.

હાઇ નેક ડેનિમ જેકેટ

વિન્ટર વોર્ડરોબમાં ફૂલ હાઇનેક સામેલ કરો. તેની સાથે ડેનિમનું શોર્ટ જેકેટ સામેલ કરો. તમે ઈચ્છો તો ફંકી સ્ટાઇલના શોર્ટ જેકેટને પણ તમારા વોર્ડરોબમાં સામેલ કરી શકો છો.

#CGNews #India #winter #very stylish #office #items #unique look #wardrobe
Here are a few more articles:
Read the Next Article