દરેક વ્યક્તિની ઈચ્છા ગ્લોઈંગ સ્કિનની હોય છે, ખાસ કરીને સ્ત્રીઓ સુંદર દેખાવા માટે અવનવા નુસખા અપનાવે છે ,પરંતુ ઘણી વખત લોકો પોતાની સ્કિનની યોગ્ય રીતે કાળજી લેતા નથી. જેના કારણે ત્વચાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હેલ્ધી સ્કિન માટે તમે અનેક પ્રકારની મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો, પરંતુ તેનાથી ત્વચાને ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. જો તમે પ્રાકૃતિક રીતે ચમકતી ત્વચા મેળવવા માંગતા હોવ તો તમારે ખરાબ આદતોથી દૂર રહેવું પડશે.
સૂતા પહેલા ચહેરો ન ધોવો :-
જો તમે મેકઅપ લગાવ્યો હોય અને તમે તેને ઉતાર્યા વિના સૂઈ જાવ તો તેનાથી ત્વચાની ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી સૂતા પહેલા નિયમિતપણે તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો. તેનાથી તમારી ત્વચા સ્વચ્છ અને સ્વસ્થ રહેશે.
લાંબા સમય સુધી ઓશીકું વાપરવું :-
જો તમે લાંબા સમય સુધી એક જ તકિયાનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા ચહેરા પર ગંદકી જામી શકે છે. આ સ્થિતિમાં સમયાંતરે તકિયાનું કવર બદલતા રહો.
સનસ્ક્રીનનો ઉપયોગ ન કરવો :-
જો તમે તડકામાં સનસ્ક્રીન લગાવ્યા વિના બહાર નીકળો છો, તો તે તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ફાઈન લાઈન્સ જેવા વૃદ્ધત્વના ચિહ્નો ઝડપથી દેખાવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે તમારે સનસ્ક્રીન લગાવવી જ જોઈએ. તે તમને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી બચાવે છે.
ઓછું પાણી પીવું :-
પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને ત્વચાને ભેજયુક્ત બનાવે છે. જો તમે સ્વસ્થ ત્વચા ઈચ્છો છો, તો નિયમિત પૂરતું પાણી પીઓ. ઓછું પાણી પીવાથી ત્વચાની ચમક ઘટી જાય છે.
અપૂરતી ઊંઘ :-
જો તમે યોગ્ય રીતે સૂઈ શકતા નથી, તો તેની અસર ત્વચા પર પડે છે. તંદુરસ્ત ત્વચા માટે દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.