ચોમાસમાં આટલી બાબતોનું જરૂર ધ્યાન રાખજો :

વરસાદની મોસમમાં સૌથી વધુ ચેપ બહાર ખાવાથી ફેલાય છે. તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખો.ચોમાસામાં લોકોએ હંમેશા પાણીને ઉકાળીને જ પીવું જોઈએ.

New Update
ત

અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી છે. જ્યાં એક તરફ ચોમાસામાં ગરમીથી રાહત મળી રહી છે તો બીજી તરફ આ સિઝન ડેન્ગ્યુ, મેલેરિયા જેવી અનેક બીમારીઓ પણ પોતાની સાથે લઈને આવે છે.

આ ઋતુમાં તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું અને સાવચેત રહેવું જરૂરી છે. વરસાદની મોસમમાં સૌથી વધુ ચેપ બહાર ખાવાથી ફેલાય છે. તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખો.

 ચોમાસામાં લોકોએ હંમેશા પાણીને ઉકાળીને જ પીવું જોઈએ. આમ કરવાથી પાણીમાં રહેલા બેક્ટેરિયા અને કીટાણુઓ નાશ પામે છે. વરસાદની ઋતુમાં જાંબુ, પપૈયું, બોર, સફરજન, દાડમ, પીચ અને નાસપતી જેવા ફળો ખાઈ શકો છો.

આ ફળોમાંથી મળતું પોષણ શરીરને ચેપ, એલર્જી અને સામાન્ય રોગોથી દૂર રાખે છે.ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક લેવો જોઈએ. આમાં તમારે કોળું, ડ્રાયફ્રૂટ્સ, વેજિટેબલ સૂપ, બીટરૂટ અને ટોફુ જેવી વસ્તુઓ ખાવી જોઈએ.

આ સિવાય દરરોજ 7-8 કલાકની પૂરતી ઊંઘ લેવી જોઈએ.તમારે બહારનું ખાવાનું ટાળવું જોઈએ. સ્ટ્રીટ ફૂડ બનાવતી વખતે સ્વચ્છતાનું બહુ ધ્યાન રાખવામાં આવતું નથી. ચોમાસામાં તમારે કાચો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.

આ સિઝનમાં મેટાબોલિઝમ ખૂબ જ ધીમી ગતિએ કામ કરે છે. જેના કારણે ખોરાક મોડા પચે છે. વરસાદમાં બહારનું જ્યુસ અને સલાડ ખાવાનું ટાળો. 

Latest Stories