વાળને લગતી એક સમસ્યા દૂર થવાની સાથે જ બીજી સમસ્યા ઊભી થતી હોય છે. આ બાબતો ઘણી સામાન્ય પણ લાગે છે. તે જ રીતે વાળ ના ઉગવાની સમસ્યા પણ આવી જ છે. જેના કારણે ઘણા લોકો પરેશાન રહે છે. આવી સ્થિતિમાં અહી જે ફ્લાવર ઓઇલ બનાવવાની વાત થઈ રહી છે તે વાળ ખરવાનું બંધ કરી દે છે અને વાળનો ગ્રોથ બમણી ઝડપથી વધવા લાગે છે.
આ તેલ જાસૂદના ફૂલોમાંથી બનાવવામાં આવે છે. જાસૂદના ફૂલમાં વિટામિન સી, એમીનો એસિડ, અને એંટીઓક્સિડેટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે વાળને પોષણ આપે છે અને ખરતા વાળને અટકાવે છે. તે વાળના વિકાસમાં પણ મદદરૂપ બને છે. આ સાથે આ તેલ સફેદ વાળને કાળા કરવામાં પણ મદદ કરે છે. તે ટાલ પડવાથી પણ બચાવે છે અને વાળને લાંબા કરે છે. તો ચાલો જાણીએ આ જાસૂદના ફૂલમાંથી તેલ બનાવવાની રીત....
ઘરે જાસૂદ તેલ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ નારિયેળ તેલ
- 10 જાસૂદના ફૂલ
- 10 જાસૂદના પાંદળા
તેલ બનાવવાની રીત
- જાસૂદના ફૂલ અને પાંદળાને એકસાથે મિક્સ કરો. હવે એક મોટા વાસણમાં નારિયેળનું તેલ ગરમ કરો. તેમાં આ જાસૂદની બનાવેલી પેસ્ટ નાખો. આ તેલને થોડી વાર ઉકાળ્યાં બાદ તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા માટે અલગથી રાખો. તમારું જાસૂદનું તેલ તૈયાર છે. જો તમે ઈચ્છો તો નારિયેળ તેલના બદલે તમે ઓલિવ ઓઇલ, બદામનું તેલ અથવા વિટામિન ઇ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.
તેલનો કેવી રીતે કરશો ઉપયોગ
- આ જાસૂદના તેલને હથેળી પર લો અને તેને મૂળથી છેડા સુધી લગાવો, માથામાં માલીસ કર્યા પછી આ તેલને માથામાં લગભગ અડધા કલાક સુધી રાખ્યા બાદ વાળને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી તમારા વાળ એકદમ મુલાયમ થઈ જશે. આ તેલનો ઉપયોગ અઠવાડિયામાં એક થી બે વાર કરી શકાય છે. આ તેલને તમે તમારા માથા પર આખી રાત રાખી શકો છો.