માત્ર આ એક વસ્તુના ઉપયોગથી વાળ બનશે એકદમ નરમ અને ચમકદાર
આજે અમે તમારા માટે લઈને આવી ગયા છીએ. બનાના હેરપેક... બનાના હેરપેક તમારા વાળનું ટેક્સ્ચર સુધારે છે.

આજે અમે તમારા માટે લઈને આવી ગયા છીએ. બનાના હેરપેક... બનાના હેરપેક તમારા વાળનું ટેક્સ્ચર સુધારે છે. એટલુ જ નહીં તે તમારા હેરગ્રોથને પણ પ્રોત્સાહન આપે છે. કેળામાં વિટામિન a, વિટામિન c અને કાર્બોહાઈડ્રેટ્સ જેવા ગુણો હોય છે. જે તમારા શરીરને જ નહિઁ પરંતુ તમારા વાળને પણ પોષણ આપે છે. આવી સ્થિતિમાં અમે આજે તમારા માટે લઈને આવી ગયા છીએ બનાના હેરપેક.. તો ચાલો જાણીએ બનાના હેરપેક કેવી રીતે બનાવીશું....
કેળાના હેરપેક બનાવવા માટેની જરૂરી સામગ્રી
કેળાં
તાજું એલોવેરા જેલ
મધ 2 ચમચી
નારિયેળનું તેલ 2 થી 3 ચમચી
બનાના હેરપેક બનાવવાની રીત
· કેળાનો હેરપેક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો.
· ત્યાર બાદ વાળની લંબાઈ ને ધ્યાનમાં લઈને એક કેળું લઇ તેને સારી રીતે મિક્સ કરો.
· આ પછી તાજા એલોવેરા જેલને કાઢી તેમાં નાખો.
· પછી તેમાં 2 થી 3 ચમચી નારિયેળનું તેલ નાખી 2 ચમચી મધ ઉમેરો.
· આ પછી આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. અને એક પેસ્ટ બનાવો.
· હવે તમારું બનાના હેરપેક તૈયાર છે.
વાળમાં બનાના હેરપેક કેવી રીતે લગાવશો?
· કેળાનો હેરપેક લો અને તેને માથાની ચામડી અને વાળની લંબાઈ પર સારી રીતે લગાવો.
· પછી તેને તમારા વાળ પર 20 થી 40 મિનિટ સુધી રહેવા દો.
· આ પછી તમે વાળને સાદા પાણીથી ધોઈ લો.
· પછી શેમ્પૂ કે કંડિશનરનો ઉપયોગ કરીને વાળને ધોઈ શકો છો.
· સારા પરિણામ માટે તમારે આ રેસેપી અઠવાડિયામાં 2 વખત કરવાની રહેશે.
· તેના સતત ઉપયોગથી તમારા વાળ નરમ અને ચમકદાર બનશે.