આ રીતે મસ્કરા લગાવી આંખોને મારકણી બનાવો, જાણો તેને લગાવવાની સાચી રીત......

મસ્ત આંખો માટે કેવી રીતે મસ્કરા લગાવવી જોઈએ એ જાણવું ખૂબ જ જરૂરી છે

New Update
આ રીતે મસ્કરા લગાવી આંખોને મારકણી બનાવો, જાણો તેને લગાવવાની સાચી રીત......

મસ્કરા આંખોની સુંદરતા વધારવાનું કામ કરે છે. મેકઅપ બધુ સારો કરો અને મસ્કરા ના લગાવો ફેસને પરફેક્ટ લુક મળતો નથી. આ માટે મસ્કરા લગાવવી ખૂબ જ જરૂરી છે. પરંતુ મસ્કરા લેતી વખતે શું ધ્યાન રાખવું અને મસ્ત આંખો માટે કેવી રીતે મસ્કરા લગાવવી જોઈએ એ જાણવું ખૂબ જ જરૂરી છે. તમે જો સારી રીતે મસ્કરા એપ્લાય નથી કરતાં તો ફેસ ખરાબ લાગે છે અને આંખો સારી લાગતી નથી. તો જાણો મસ્કરા લેતી અને લાગવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

· આ રીતે મસ્કરા લગાવો:-

બ્યુટી એક્સપર્ટનું કહેવું છે કે જે મહિલાઓ દરરોજ મસ્કરાનો ઉપયોગ કરે છે તેમણે વોટરપ્રૂફ મસ્કરા લગાવવી જોઈએ. આનાથી આંખોને અને પાંપણને નુકશાન ઓછું થાય છે. આ સાથે તમે પાંપણ લાંબી અને ભરાવદાર દેખાય લેવું ઈચ્છો છો તો ખાસ કરીને ક્લિયર અને ટ્રાન્સપરન્ટ મસ્કરાનો ઉપયોગ કરો. આ પાંપણોને સારો સેપ આપવાનું કામ કરે છે. તમને મસ્કરા લગાવવાથી સ્કીન અને આંખોમાં એલર્જી થાય છે તો તમે યુઝ કરવાનું બંધ કરી દો. આ માટે સ્કીન એક્સપર્ટની સલાહ લો.

· મસ્કરા લેતી વખતે આ ધ્યાન રાખો:-

બજારમાંથી તમે જ્યારે મસ્કરા ખરીદો છો તો ખાસ કરીને નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. જ્યારે તમને મસ્કરા ખરીદો ત્યારે લિક્વિડ અને પેન્સિલ મસ્કરામાંથી લિક્વિડ મસ્કરા લેવાનો આગ્રહ રાખો. ખરીદતી વખતે એ ધ્યાન રાખો કે તે અંદરથી સુકાયેલી ના હોય. આ સાથે જ જૂનો સ્ટોક નથી ને તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમે જ્યારે પણ મસ્કરા લગાવો ત્યારે બ્રશને અંદર બહાર કરશો નહીં. આમ કરવાથી બોટલમાં હવા ભરાઈ જાય છે અને મસ્કરા ડ્રાઈ થઈને ખરાબ થઈ જાય છે. મસ્કરાને 5 થી 6 મહિનામાં બદલી નાખો.

Latest Stories