Connect Gujarat
ફેશન

નવરાત્રીમાં સ્ટાઇલની સાથે સાથે કમ્ફર્ટનું પણ રાખો ખાસ ધ્યાન, આ રીતે આઉટફિટ કેરી કરો......

ભારતભરમાં શારદીય નવરાત્રિ પૂરજોશમાં ચાલી રહી છે. આ સમયે અનેક લોકો અલગ અલગ રીતે ધામધુમથી માતા દુર્ગાની સ્થાપના કરતાં હોય છે

નવરાત્રીમાં સ્ટાઇલની સાથે સાથે કમ્ફર્ટનું પણ રાખો ખાસ ધ્યાન, આ રીતે આઉટફિટ કેરી કરો......
X

ભારતભરમાં શારદીય નવરાત્રિ પૂરજોશમાં ચાલી રહી છે. આ સમયે અનેક લોકો અલગ અલગ રીતે ધામધુમથી માતા દુર્ગાની સ્થાપના કરતાં હોય છે ને માતાની આરાધના કરતાં હોય છે. આ સમયે લોકો અવનવા આઉટફિટ્સ પહેરીને તહેવારની ઉજવણી કરતાં હોય છે. પરંતુ આપણે સારા આઉટફિટ્સની સાથે કંફર્ટનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમે કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને આઉટફિટ્સ પહેરી શકો છો.

કુર્તી સાથે મોર્ડન સ્કર્ટ

· તહેવારોમાં એથનિક કલેકશનમાં મહિલાઓ પાછળ નથી, તમે સિમ્પલ લૂકમાં રહેવા ઈચ્છો છો તો તમે કુર્તી અને મોર્ડન સ્કર્ટના ફેશનને ટ્રાઈ કરી શકો છો. આ સાથે તમે લોંગ કે સોર્ટ કુર્તી પણ પહેરી શકો છો. આ લૂકમાં સારી હેર સ્ટાઈલ કેરી કરવાનું ચૂકશો નહીં, તેની સાથે ન્યુડ મેકઅપ અને હાથમાં બ્રેસલેટ પણ તમે પહેરીને તમારા લૂકને કમ્પલિટ કરી શકો છો.

ડ્રેસ

· અનેક મહિલાઓ કમ્ફર્ટનું ધ્યાન રાખીને તહેવારોમાં સાડી કે લહેંગા પહેરવાનું ટાળીને સાડા ડ્રેસ પહેરે છે. મોટા ભાગની મહિલાઓ સિંપલ એથનિક આઉટફિટ્સ પહેરે છે. પૂજા કે તહેવારોમાં તમે રેડ કે પિન્ક કલરનો ડ્રેસ પહેરી શકો છો.

પ્લાઝો – કુર્તા ટોપ

· તહેવારો કે કોઈ ઇવેંટમાં આ આઉટફિટ્સ સારા લાગે છે. આ એક યુનિક ઓપસન છે. જેમાં તમે હેવી દુપ્પટાની સાથે કુર્તી કે ટોપ પહેરી શકો છો. આ સાથે તમે લાઇટ મેકઅપ કરો અને જ્વેલરી અને બેંગલ્સની મદદથી આ લૂકને કમ્પલિટ કરો.

ક્લાસિ એથનિક કે ફ્લોરલ ગાઉન

· તમે નવરાત્રિ દરમિયાન એથનિક અને ક્લાસિ ગાઉન પણ વિયર કરી શકો છો. આ આઉટફિટ્સમાં તમને અનેક ઓપસન મળશે. ક્લાસિ કે ફ્લોરલ લૂકનું ગાઉન પણ તમને સારું લાગશે અત્યારે આ પ્રિન્ટ ખૂબ જ ટ્રેન્ડમાં છે.

Next Story