/connect-gujarat/media/post_banners/11a820852232dcaf9bf7d50b974dcba0199ebed02d5be201052b0c6bc45d7aaa.webp)
ચહેરા પર થતાં પિંપલ્સ આપણા ચહેરાના લૂકને સાવ બગડી નાખે છે. શું તમે પણ કંટાળીને ચહેરા પરના પિંપલ્સને ફોડીને દૂર કરી દેવા માંગો છો? તો હવે ચેતી જજો કારણ કે સતત પિંપલ્સને તોડવા કે ફોડવાથી તમને સ્કીન સંબંધિત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. પિમ્પલ્સને તોડવાના 6 સાઈડ ઇફેક્ટ્સ છે.
૧. આપણે જે ટુવાલનો ઉપયોગ શરીરને લૂછવા માટે કરતાં હોઇએ છીએ. તેમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે. જો તમે તેનાથી પિંપ્લસ ને ફોડો છો તો બેક્ટેરિયા સ્કિનની અંદર જાય શકે છે અને ઇન્ફેકસન થઈ શકે છે.
૨. ટોવેલનું કપડું હાર્ડ હોય છે. આથી જ્યારે તેનાથી પિંપલ્સ ફોડવામાં આવે છે ત્યારે તે સ્કીન છોલાઈ જાય છે. જેના લીધે તમને બળતરા અને ઇન્ફેકસનનો રિસ્ક રહે છે.
૩. પિંપલ્સને તોડવા માટે વધુ પડતો ટુવાલનો ઉપયોગ કરવાથી સ્કીન ડ્રાઈ થઈ શકે છે. તેનાથી પિંપલ્સની સમસ્યા વધુ ગંભીર બને છે. ટૂંકમાં ફાયદાની જ્ગ્યાએ નુકશાન વધુ થાય છે.
૪. જ્યારે તમે પિંપલસને દબાવો છો ત્યારે તમારા હાથ અને નખમાં બેક્ટેરિયા હોય છે જે સ્કિનમાં ટ્રાન્સફર થઈ જાય છે. અને સ્કીન સંબંધિત સમસ્યાને આમંત્રણ આપે છે.
૫. પિંપલ્સને ફોડવાથી તેની આસપાસની સ્કીન પણ ડેમેજ થાય છે. ઘા, રેશિસ અને સોજા જેવી સમસ્યાઓ વધી શકે છે.
૬. જ્યારે પિંપલ્સને ટુવાલની મદદથી ફોડવામાં આવે છે ત્યારે તેની આસપાસની સ્કીન પોર્સમાં બેક્ટેરિયા જવાના લીધે આસપાસના એરિયામાં પણ પિંપલ્સ આવી શકે છે.