Connect Gujarat
ફેશન

ક્યાં ક્યાં કારણોને લીધે ખરે છે વાળ, જાણો તેના કારણો વિશે અને મેળવો છુટકારો....

ક્યાં ક્યાં કારણોને લીધે ખરે છે વાળ, જાણો તેના કારણો વિશે અને મેળવો છુટકારો....
X

આજ કાલ વાળ ખરવાની સમસ્યા દરેક લોકોમાં જોવા મળે છે ભાગ્યે જ કોઈક એવું હશે જેને વાળ ખરવાની સમસ્યા ના હોય, બદલાતી જીવનશૈલી, ખરાબ ખાન પાન અને પ્રદૂષણના કારણે વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે. પરંતુ ચોમાસાની ઋતુમાં આ સમસ્યા વધી જાય છે. ક્યારેક વાળ એટલા ખરવા લાગે છે કે તે ચિંતાનો વિષય બની જાય છે. તે જાણીએ તેના કારણો અને ઉપાયો વિષે....

1. આનુવંશિક : વાળ ખરવાની સમસ્યા ક્યારેક આનુવંશિક પણ હોય છે. જો તમારા માતા પિતાને વાળ ખરવાની સમસ્યા થતી હોય તો તમને પણ વાળ ખરવાની સમસ્યા ઉદભવી શકે છે.

2. તણાવ : આનુવંશિક ઉપરાંત તણાવ અને ટેન્શનના કારણે પણ વાળ ખરતા હોય છે. ઝડપી અને ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પોતાના પર વધારે ધ્યાન આપી શકતા નથી. ઘણી વાર લોકો ટેન્શન અને સ્ટ્રેસમાં રહે છે. અને તેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય તેમજ વાળ પર થાય છે.

3. હોર્મોન્સ : વાળ ખરવાનું બીજું કારણ હોર્મોન્સ ચેન્જ પણ છે. પછી તે સગર્ભાવસ્થા હોય બાલવસ્થા હોય કે પછી તરુણાવસ્થા. આ દરમિયાન આપણાં શરીરમાં ઘણા બધા ફેરફારો આવે છે. અને હોર્મોન્સના ફેરફારોના કારણે વાળ ખરવા લાગે છે.

4. એલોપેસા એલિયાટા : કેટલીકવાર વાળ ખરતા વાળ એલોપેસીયા એરિયાટાને કારણે પણ થાય છે જે ઓટોઇમ્યુન રોગ છે. આ રોગ હોર્મોનલ અસંતુલન, તણાવ વગેરેને કારણે થાય છે.

5. હેર કલર : ઘણા લોકો તેના વાળને રંગવાનુ પસંદ કરતાં હોય છે. ક્યારેક વારંવાર કલર કરવાથી પણ વાળ ખરતા હોય છે. આ હેર કલરમાં કેમિકલ હોય છે. જે વાળને નુકશાન પહોચાડે છે. અને તેને નબળા બનાવે છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા ઊભી થાય છે.

6. હેર ડ્રાયર : ઘણી વખત આપણે ભીના વાળને સુકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરીએ છીએ. જેના કારણે વાળ નબળા થવા લાગે છે. તો બીજી તરફ સ્ત્રીઓ વાળમાં સ્ટ્રેટનર અને કેમિકલયુક્ત કલરનો ઉપયોગ કરે છે. જેના કારણે વાળ સૂકા અને નબળા પડે છે. જેથી વાળ ખરવા લાગે છે.

7. પોષક તત્વોનો અભાવ : આહારમાં પૂરતા પ્રમાણમાં પોષકતત્વો ના હોવાથી પણ વાળ ખરવાની સમસ્યા ઊભી થાય છે. જ્યારે આપણાં શરીરમાં પોષકતત્વોની ઉણપ હોય ત્યારે આવી પરેશાની ઊભી થાય છે. જેના કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે. આ સમસ્યાને દૂર કરવા માટે પૂરતા પ્રમાણમાં આહાર લો.

8. હેર લોસની સમસ્યાને દૂર કરવા મીઠા લીમડાના પાન રોજ એક વાટકી ખાવ ગરમ પાણીથી હેરવોશ ના કરો. અને વીકમાં બે વખત હેર મસાજ કરો.

Next Story