દૂધીથી ચમકાવો વાળ અને ચહેરો, સ્વાસ્થ્યની સાથે સાથે હેર કેરમાં પણ ફાયદાકારક છે દૂધી....

શાકનું સેવન હેલ્થ માટે લાભદાયી માનવામાં આવે છે. પરંતુ અનેક શાક એવા હોય છે જેને ખાવાનું પસંદ કરતાં નથી.

New Update
દૂધીથી ચમકાવો વાળ અને ચહેરો, સ્વાસ્થ્યની સાથે સાથે હેર કેરમાં પણ ફાયદાકારક છે દૂધી....

શાકનું સેવન હેલ્થ માટે લાભદાયી માનવામાં આવે છે. પરંતુ અનેક શાક એવા હોય છે જેને ખાવાનું પસંદ કરતાં નથી.હા એવું જ એક શાક છે દૂધી.. જો તમે તેને ડાયટમાં લેવાનું ના પસંદ કરતાં હોય તો તમે તેને હેર કેર અથવા તો સ્કીન કેર માટે ઉપયોગ કરી શકો છો. તો જાણો કેવી રીતે કરશો ઉપયોગ...

· દૂધીની મદદથી તૈયાર કરો ફેશમાસ્ક

1. દૂધી અને મધનો ફેશમાસ્ક

એક વાટકી લો. તેમાં 2 ટી સ્પૂન દૂધીની પેસ્ટ, ¼ ટી સ્પૂન હળદર, 2 ટી સ્પૂન મધ, 2 ટી સ્પૂન, એલોવેરા જેલ અને થોડું ગુલાબજળ ઉમેરી આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો. પછી તેને 15 મિનિટ બાદ ધોઈ લો. અઠવાડિયામાં 2 વાર લગાવવાથી બધા જ ડાઘ ધબ્બા દૂર થઈ જશે.

2. દૂધી અને કાકડીનો ફેશ માસ્ક

એક બાઉલમાં 1 ટીસ્પૂન દૂધીની પેસ્ટ, 1 ટીસ્પૂન કાકડીની પેસ્ટ, 2 ટીસ્પૂન બેસન, 1 ટીસ્પૂન દહીં લઈ તમામ ચીજોને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો. ત્યાર બાદ તેને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. અને 10 થી 15 મિનિટ બાદ ધોઈ નાખો. એક અઠવાડિયામાં એક જ વખત આ પેસ્ટ લગાવો. ચહેરો ચમકી જશે.

· દૂધીની મદદથી તૈયાર કરો હેર માસ્ક

1. દહીં અને દૂધીનો હેરપેક

એક બાઉલ લો. તેમાં ½ કપ દૂધીની પેસ્ટ અને ½ કપ દહીં ઉમેરી તેને બરાબર મિક્સ કરો. તેમાં થોડું પાણી મિક્સ કરો. પછી તેને આંગળીઓની મદદથી વાળના મૂળમાં લગાવો. અડધા કલાક બાદ ધોઈ નાખો વાળમાં ચમક આવશે.

2. કેળા અને દૂધીનો હેરપેક

એક બાઉલમાં 2 ટીસ્પૂન દૂધીની પેસ્ટ, ½ મેષ કરેલું કેળું અને 1 ટીસ્પૂન નારિયેળનું તેલ મિક્સ કરો અને તેને સ્કેલ્પમાં લગાવો. આ હેરપેકને 20 થી 30 મિનિટ સુધી લગાવીને રાખો પછી શેમ્પૂ કરી નાખો. અઠવાડિયામાં એક વાર લગાવવાથી થોડા જ દિવસોમાં ફરક દેખાશે.

Latest Stories