/connect-gujarat/media/post_banners/ff3c8b3290dc1b37a79ea019f5ba2de14afde1c22e3985752fdc8ace51820bae.webp)
હાથ પર લાગેલી મહેંદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે મહેંદી વિવાહિત મહિલાઓ માટે તેમના શણગારનો એક ભાગ છે. મહેંદી વિના પરિણીત મહિલાનો મેકઅપ અધૂરો માનવામાં આવે છે. તેથી જ મહિલાઓ તેમના હાથ પર ચોક્કસપણે મહેંદી લગાવે છે. મહેંદી લગાવવી બધાને ગમતી જ હોય છે. પરંતુ તેના કલરને લઈને બધાને ચિંતા હોય છે કે કલર આવશે કે નહીં. પરંતુ આજે અમે તમને એવિ ટિપ્સ વિષે જણાવીશું જેનાથી 100 ટકા તમારા હાથમાં મહેંદીનો કલર ઘાટ્ટો આવશે.
· અથાણાંના તેલનો ઉપયોગ કરો
શું અથાણાંનું તેલ મહેંદીનો રંગ ઘાટો કરવામાં મદદ કરે છે? તો હા.. તમે સાચું સાંભળ્યુ છે. બચેલા અથાણાંના તેલથી મહેંદીનો રંગ ઘાટો થાય છે. મહેંદીનો રંગ ઘાટો લાગવા માટે મહેંદી સુકાઈ ગયા પછી રૂની મદદથી હાથ પર આ તેલ લગાવો. તમે જોશો કે થોડી જ વારમાં મહેંદીનો રંગ ઘાટો થઈ જશે.
· બીટનો ઉપયોગ કરો
બીટ હાથ અથવા વાળને રંગવાની કુદરતી અને સરળ રીત છે. તેના કુદરતી રંગના ગુણધર્મોના લીધે તમે તેનો ઉપયોગ મહેંદીનો ઘાટો રંગ મેળવવા માટે કરી શકો છો. આ માટે મહેંદીના કોનમાં બીટનો રસ કે પાવડર ઉમેરો હાથ પર લગાવો. આનાથી મહેંદીનો રંગ સારો આવશે.
· હાથની મહેંદીનો રંગ લાંબા સમય સુધી રહે તે માટે શું કરવું?
તમારા હાથ ધોવાના બદલે પહેલા સ્ક્રબ કરવાનો પ્રયાસ કરો. આ પછી હાથને ઠંડા પાણીમાં 2 થી 3 મિનિટ ડૂબાલી રાખો. તેથી તમારા પોર્સ બંધ થઈ હસે અને રંગ લાંબા સમય સુધી ટકી રહેશે. આ ઉપરાંત જો તમે કોઈ પાણીવાળું કામ કરી રહ્યા હોવ તો મોજા પહેરીને કામ કરો.