Connect Gujarat
ફેશન

લવિંગના આ ઉપાયો તમારા વાળને બનાવશે એકદમ લાંબા, જાડા અને ચમકદાર

લવિંગ એક એવો મસાલો છે જેનો ઉપયોગ ભોજનમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે થાય છે. તો બીજી તરફ લવિંગ ખાવાથી તમારા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદાઓ થાય છે.

લવિંગના આ ઉપાયો તમારા વાળને બનાવશે એકદમ લાંબા, જાડા અને ચમકદાર
X

લવિંગ એક એવો મસાલો છે જેનો ઉપયોગ ભોજનમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે થાય છે. તો બીજી તરફ લવિંગ ખાવાથી તમારા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદાઓ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે લવિંગ તમારા વાળને પણ હેલ્ધી બનાવવામાં મદદરૂપ છે. જો નહીં તો આજે અમે વાળની વૃદ્ધિ માટે લવિંગનું પાણી બનાવવાની રીત લઈને આવી ગયા છીએ. લવિંગમાં વિટામિન એ અને બીટા કેરોટિન હજાર હોય છે. જે વાળના સ્કાલ્પને પોષણ આપે છે. અને હેર ગ્રોથમાં મદદ કરે છે. એટલુ જ નહી લવિંગમાં એંટીઓક્સિડંટ પણ ભરપૂર પ્રમાણમા હોય છે. જે વાળને અકાળે સફેદ થતાં અટકાવે છે. તો ચાલો જાણીએ વાળના વિકાસ લવિંગનું પાણી કેવી રીતે બનાવવું.

વાળ વધારવા માટે લવિંગનું પાણી બનાવવાની સામગ્રી

લવિંગ 10 થી 12

મીઠા લીમડાના પાન 8 થી 10

પાણી 2 કપ

લવિંગનું પાણી બનાવવાની રીત

· વાળ વધારવા માટે લવિંગનું પાણી બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી લો.

· પછી તેમાં 2 કપ પાણી નાખીને ઉકાળો.

· આ પછી તેમાં 10-12 લવિંગ અને 8-10 મીઠા લીમડાના પણ નાખો.

· પછી આ પાણીને સારી રીતે ઉકાળો.

· હવે ઉકાળી જાય પાણી પછી ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો.

· ઠંડુ થઇ જાય પછી તેને એક વાસણમાં ગાળી લો.

· તો તૈયાર છે લવિંગનું પાણી.

· જો તમે ઈચ્છો તો આ પાણીને એક અઠવાડીયા સુધી તમે તેને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.

વાળ વધારવા માટે લવિંગના પાણીનો ઉયપયોગ કેવી રીતે કરવો.

1. હેર શેમ્પૂ અને કંડિશનરથી તમારા વાળ સરખી રીતે ધોવાય જાય પછી લવિંગનું પાણી રેડો. પછી તમે તેને તમારા આખા વાળમાં લગાવો અને થોડી વાર માટે વાળમાં જ રહેવા દો. પછી તમે તમારા વાળને ફરી એક વાર ચોખા પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી તમારા ખરતા વાળ અટકશે અને તમારા વાળની લંબાઈ અને ચમક વધશે.

2. બીજી રીત એ છે કે તમે લવિંગનું પાણી તમારા સ્કલ્પમાં લગાવો અને હળવા હાથે મસાજ કરો. પછી તેને તમારા વાળમાં 1 થી 2 કલાક સુધી રહેવા દો. આ પછી તમે તમારા વાળને હળવા શેમ્પુથી ધોઈ નાખો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત કરવાથી તમારા વાળ એકદમ ઘના લાંબા અને મજબૂત થશે.

Next Story