રસોડાની જ આ વસ્તુ ઓઇલી સ્કિનને આપશે રાહત, જાણો ઉપયોગની રીત

ચહેરાને ચમકતો રાખવા માટે લોકો પાર્લરની સાથે સાથે અનેક એવી મોંધી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. જેનાથી અનેક સાઈડ ઇફેક્ટ થાય છે

New Update
રસોડાની જ આ વસ્તુ ઓઇલી સ્કિનને આપશે રાહત, જાણો ઉપયોગની રીત

ચહેરાને ચમકતો રાખવા માટે લોકો પાર્લરની સાથે સાથે અનેક એવી મોંધી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. જેનાથી અનેક સાઈડ ઇફેક્ટ થાય છે. ઘરમાં જ સ્કિનની સમસ્યાને રાહત આપતી અનેક ચીજો છે. જો તમે તેના ફાયદા જાણીને તેનો ઉપયોગ કરો તો તમારી સ્કીન પર ઓછા ખર્ચે વધુ નિખાર આવી શકે છે. આ સિવાય તેનાથી સ્કિનને કોઈ નુકશાન પણ થતું નથી. આ આજે વાત થઈ રહી છે રસોડામાં રહેલા બટાટાની. તેનાથી તમે ભોજનની સાથે સાથે સુંદરતા વધારવાના ઉપયોગમાં પણ લઈ શકો છો. તો જાણો તેનો કેવી રીતે ઉપયોગ કરીશું.

જાણો ચહેરા પર બટાકા લગાવવાથી શું ફાયદો થાય

· ઓઇલી સ્કિનથી પરેશાન લોકોમાં પિંપલ્સની સમસ્યા વધુ હોય છે. અનેક વાર આ સમસ્યા વધી જાય છે. બટાકાની મદદ થી આ સમસ્યાને ઘટાડવામાં મદદ મળે છે. બટાકાનો રસ ચહેરા પર લગાવવાથી સ્કીન પોર્સને સાફ કરવામાં મદદ મળે છે. એટલુ જ નહીં તે પિંપલ્સ જન્માવનારા બેક્ટેરિયાને પણ ઘટાડે છે અને ફેલાવવાથી પણ રોકે છે. ઓઇલી સ્કિનના લોકોએ એક બટાકાને પીસીને તેનો રસ કાઢી લેવો. તેમાં થોડા ટીંપા લીંબુનો રસ મિક્સ કરો અને તેને ફેશ પર લગાવો. ફાયદો તરત જ જોવા મળશે.

· શુષ્ક ત્વચા ધરાવતા લોકો માટે પણ બટાકા કામના છે. સ્કીન શુષ્ક હશે તો પણ બટાકા ફાયદાકારક જ છે. ડ્રાઈ સ્કીનમાં બટાકાને પીસી તેનો રસ કાઢી લો. તેમાં એલોવેરા જેલ મિક્સ કરો અને પછી ચહેરા પર લગાવો. થોડીવાર તેને ચહેરા પર રહેવા દો. પછી તેને ઠંડા પાણીથી ધોઈ નાખો. આ નુસખો તમારી સ્કિનને હાઈડ્રેટ કરવામાં મદદ કરશે.

· જો તમારી સ્કીન સેન્સિટિવ છે તો પણ તમે બટાકાનો ઉપયોગ કરી શકો છો. કેમ કે તે સ્કિનને અંદર સુધી સાફ કરે છે. અને દાઘ ધબ્બા હટાવવામાં મદદ કરે છે. તેના માટે બટેકાને પીસી લો. અને તેમાથી રસ કાઢી લો. પછી તેમાં મધ મિક્સ કરી તેને ચહેરા પર લગાવો પછી તેને થોડી વાર ચહેરા પર રહેવા દો ત્યાર બસ તેને ઠંડા પાણીથી ધોઈ નાખો.  

Latest Stories