ચહેરા પરના ડાર્ક સર્કલ કેવી રીતે દૂર કરવા તે મોટી સમસ્યા બની છે.
યુવતીઓ ડાર્ક સર્કલ દુર કરવા બ્યુટિ પાર્લરમાં મોંધી ટ્રીટમેન્ટ કરાવે છે. અપૂરતી ઊંઘ, થાક, ખરાબ ખાવાની આદતો અને સતત સ્ક્રીન ટાઈમની ચહેરા પર અસર દેખાઈ આવે છે. આંખો નીચેના ડાર્ક સર્કલ ચહેરાની સુંદરતા બગાડે છે.
ડાર્ક સર્કલ ચહેરાની સુંદરતાના દુશ્મન છે. જો શરૂઆતમાં ડાર્ક સર્કલને દૂર કરવામાં ના આવે તો ત્વચા સંબંધિત સમસ્યા વધવા લાગે છે. તમે ઘરેલુ ઉપચાર કરી આ સમસ્યાને દૂર કરી શકો છો. આઈસ થેરાપી અને બટાકાનો ઉપયોગ કરી ડાર્ક સર્કલને ઘણી હદ સુધી ઘટાડી શકશો અને સ્કીન ટોન પણ સુધરશે.
- ડાર્ક સર્કલ દૂર કરવા આઈસપેક અકસીર ઉપચાર છે. તમે ચહેરા બરફના ટુકડા ઘસો. આમ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરશે અને આંખોની નીચે ત્વચાની કાળાશ ઓછી થવા લાગશે.
- સ્વચ્છ સુતરાઉ કાપડ અથવા નરમ રૂમાલમાં બરફના કયુબ મૂકી હળવા હાથે ચહેરા પર ઘસો. આ તમે કોઈપણ સમયે કરી શકો છો.
- ગ્રીન ટી આઈસ ક્યુબ્સ બનાવી શકો છો. આ બનાવવા માટે, પહેલા સરળ રીતે ગ્રીન ટી બનાવો. હવે તેને બરફના ટુકડાના મોલ્ડમાં મૂકો અને ફ્રીઝરમાં રાખો અને ક્યુબ્સ બનાવો.
- હવે તેને દિવસમાં બે વાર ડાર્ક સર્કલ પર લગાવો. તેમાં હાજર એન્ટીઑકિસડન્ટ્સ ડાર્ક સર્કલને હળવા કરવામાં મદદ કરે છે.
- બટાકાની સ્લાઈસ ચહેરા પર ઘસવાથી રંગમાં નિખાર આવે છે. ડાર્ક સર્કલ દૂર કરવા બટાકાની સ્લાઈસ તમે ચહેરા પર 10 મિનિટ સુધી ઘસી શકો છો. તેમજ કાચા બટાકાના ટુકડા અથવા તેનો રસ આંખની નીચેના ભાગ પર લગાવો.
- આ રસ 10થી 20 મિનિટ લગાવી રાખો પછી સાદા પાણીથી મોં ધોઈ લો. બટાકામાં વિટામિન સી, પોટેશિયમ અને સક્રિય ઉત્સેચકોને કારણે ડાર્ક સર્કલ દૂર થવા સાથે કરચલીઓ પણ ઓછી થશે.
Fashion tips | Beauty Tips | Skincare Tips | face care | homemade tips